Gujarati News

પાટીદારોની સુરત બેઠકમાં અલ્પેશ કથીરિયાનું આહ્વાન:લુખ્ખા સામે લુખ્ખા જ પેદા કરો, ફરિયાદી નહીં પણ આરોપી બનો

Published: November 9, 2025 • Language: English

અમરેલીના બાબરાના ફૂલઝર ગામે 5 નવેમ્બરરાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતાં થયેલી બબાલમાં એકની હત્યા થઇ હતી, અને 10ને ઇજાઓ પહોંચી હતી. સામસામે 50થી વધુ સામે ફરિયાદ થઇ હતી. એમાં 29 પાટીદાર સામે ફરિયાદ થઈ છે. બે એવા લોકોનાં નામ છે, જેમાંથી એક હોટલમાં અને એક હોસ્પિટલમાં દાખલ હતા. આ જૂથઅથડામણના પડઘા સુરતમાં પડ્યા છે. આ મામલે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમ નહીં દૂર કરવામાં આવે તો સુરતથી ફૂલઝર જવાની પણ તૈયારીઓ કરાઇ છે. આ બેઠકમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, લુખ્ખા સામે લુખ્ખા જ પેદા કરો, હવે ફરિયાદી નહીં આરોપી બનો. આ વખતની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ 75 વર્ષની ચૂંટણી કરતાં અલગ હશે. આ વખતે 27 ટકા રિઝર્વેશન સાથે ચૂંટણી લડાશે. મારી સૌને વિનંતી છે કે તૈયાર રહેવું. તમારે સિસ્ટમમાં અને સત્તામાં ભાગીદારી બનાવવી પડશે. બંને મોરચે આગળ વધવાનું છે. આ મામલે પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ કહ્યું કે ફૂલઝરની ઘટના સીસીટીવીમાં કેદ છે. જો એના આધારે ગુનો નોંધાયો હોય તો પાટીદાર યુવાનો નિર્દોષ સાબિત થાય છે. ‘સૌરાષ્ટ્રના હજારો ગામમાં આ જ સ્થિતિ છે’
બેઠકમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે પરિસ્થિતિ સુધારવા દિવાળીમાં ગામ જઈએ ન ચાલે. ગામ કમિટીની રચના કરવી પડશે. મહિને 10-10 યુવાનોએ ગામડે જવાનું, સૌરાષ્ટ્રનાં 10,000થી વધુ ગામમાં 500 ગામને બાદ કરો તો બધે આ જ પરિસ્થિતિ છે. અમદાવાદની ચિંતન શિબિર બાદ માંગ મૂકી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ 68 જેટલા સમાજથી પણ વધારે સમાજ જ્ઞાતિજનોનો ઈડબલ્યુએસમાં લાભ મળી રહ્યો છે, તો એમને પણ આ ચૂંટણીઓમાં લાભ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ. દરેક મોરચે આગળ આવવાનું છે. આ રાજકારણનો કે કોઈ પાર્ટીનો વિષય નથી. પક્ષ કોઈપણ હોય, પણ આપણો માણસ હોવો જોઈએ.

Read more

← Back to Home