પાક નુકશાન વળતર પેકેજને મિશ્ર પ્રતિસાદ:ભાગીયા ખેડૂતોને પણ જેટલું નુકસાન તેટલું વળતરની માંગણી
સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગષ્ટમાં કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન બાદ હાલ સરકાર દ્વારા 10 હજાર કરોડના સહાયની જાહેરાત કરાઇ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા આ સહાયને સરકારની સહાયને ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ રહ્યો છે. ક્યાંક ખેડૂતોએ આવકારી છે તો ખેડૂતોએ દરેકને વળતર મળે પૂરતું વળતર મળે સાથે ખેડૂતોના દેવા માફ થાય તથા ખેડૂતોને આગામી સિઝન જે વાવેતરની ચાલુ થવા જઇ રહી છે. તેમાં બીજ અને ખાતરના ભાવોમાં પણ ઘટાડો જો કરવામાં આવે તો ખેડૂતોને સાચી સહાય મળે તેમ કહી શકાય તેમ જણાવ્યું હતું. ભાગવી જમીન રાખનારને સૌથી વધુ નુકસાન
જિલ્લામાં અનેક ખેડૂતો ભાગવી જમીન રાખીને ખેતી કરી રહ્યા છે. મજૂરી ભાગે રાખતા ખેડૂતોએ મહા મહેનત કરી પાક તૈયાર કર્યા બાદ માવઠુ આવ્યુ છે.આમ ખેડૂતોની મજુરી એળે ગઇ છે.તેની સામે સહાય ઓછી કહેવાય. > પ્રતાપભાઇ પરમાર આટલામાં તો ખાતર અને ખર્ચના પણ ન નિકળે
રાજ્ય સરકારે હાલ પાક નુકશાની સહાય જાહેર કરી છે જેમાં પ્રતિ હેક્ટર દીઠ જે રૂ.22,000 સહાય આપવામાં આવનાર છે.આટલામાંતો ખેડૂતોએ કરેલા ખાતર, વાવેતર ખર્ચ સહિત નાનામોટા ખર્ચા પણ નિકળે તેમ નથી 100 ટકા નુકશાન હોય તો પુરેપુરી સહાય મળવી જોઈએ. > ગણપતભાઇ પટેલ ખાતર બિયારણમાં ભાવો ઘટાડો કરી શિયાળુ પાક વાવેતરમાં ખેડૂતોને મદદ કરાય
સરકારે જે પેકેજ જાહેર કર્યુ તે ખેડૂતોને પુરતુ વળતર મળ્યુ નથી અમારી માંગણી ખેડૂતોના સંપુર્ણ દેવા માફીની છે.ખેડૂતોને કેટલા પૈસા મળે તેના પર અમારી નજર છે ખેડૂતોની માંગણીછે ખાતર બીયારણમાં ભાવો માં ઘટાડો કરી ખેડૂતોને મદદ કરવામાં આવે જેથી આગામી શિયાળુ વાવેતરમાં મદદરૂપણ થવુ જોઇએ. > વિક્રમસિંહ ડોડીયા ખેડૂતોને ફરી ખેતી તરફ વાળવા મદદરૂપ
કમોસમી વરસાદને કારણે જેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા હતા. આ નુકસાનની સામે સરકારે જાહેર કરી છે તે ખેડૂતોને મોટી રાહત આપશે. આ સહાય ખેડૂતોને આર્થિક રીતે સધિયારો પૂરો પાડશે અને તેમને ફરીથી ખેતી તરફ વળવા માટે મદદરૂપ થશે. ખેડૂતોને થયેલા નુકસાનની થોડી ઘણી ભરપાઈ થઈ શકશે. > આનંદભાઈ મોરી
