‘પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતું, ભારત જડબાતોડ જવાબ આપવા રહે તૈયાર’, મોહન ભાગવતનું મોટું નિવેદન
Published: November 9, 2025 •
Language: English

Mohan Bhagwat On Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા સંબંધો વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારત હંમેશા શાંતિ માટે પહેલ કરે છે, પરંતુ પાકિસ્તાન વારંવાર માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે. બેંગલુરુમાં ‘100 સાલ કી સંઘ યાત્રા – નયે ક્ષિતિજ’ કાર્યક્રમમાં સંબોધતી વખતે ભાગવતે પાકિસ્તાનને ચેતવણી આપી કે, ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
પાકિસ્તાન વારંવાર માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે : મોહન ભાગવત
તેમણે કહ્યું કે, ‘ભારત હંમેશા પાકિસ્તાન સાથે શાંતિ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાન તેની કદર કરતું નથી.
