પરિણીતાને અપાયો ત્રાસ:પતિના અન્ય મહિલા સાથેના સંબંધનો વિરોધ કરતા મારકુટ કરી
ગઈ તા. 24 ઓક્ટોબરથી જૂનાગઢ ખાતે પિયરમાં રહેતા 25 વર્ષીય રેખાબેને જામનગર જિલ્લાના ગઢકડા ગામે વાડી વિસ્તારમાં રહેતા પતિ માલદે મોઢવાડિયા, સસરા ગોગનભાઈ વેજાભાઈ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ તેની ફરિયાદમાં જણાવ્યું કે, સંતાનમાં બે બાળકો છે. બંને બાળકો પતિ પાસે છે. પતિને વાડીમાં કામ કરતી મહિલા સાથે સંબંધ હોય જેનો વિરોધ કરતા વિરોધ કરતા પતિ તથા સસરાએ વારંવાર શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી ઢીકાપાટુનો માર મારતા હતા. તેમજ જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી. દોઢ મહિના પહેલા બંને બાળકો સાથે પિયરમાં ગઈ હતી ત્યારે પાછળથી પતિએ દારૂ પીધેલી હાલતમાં આવી ઝઘડો કરી પૈસાની માગણી કરતાં પોલીસને જાણ કરતા તેને લઈ ગઈ હતી. સમાધાન કરી ગયા બાદ ગત તા. 21 ઓક્ટોબરના રોજ પતિને વાડીમાં કામ કરતી મહિલા સાથેના સંબંધ મુદ્દે માર મારતા સાસુએ જામનગર સારવારમાં ખસેડી હતી. સાસરીયા મારી નાખશે એવી બીકથી ભાઈએ ફોન કરતા પોલીસ આવી હતી અને પરિણીતાને પોલીસ સ્ટેશન પર લઇ જઈ પિયરને સોંપી દીધી હતી.
