Divya Bhaskar Gujarat

પત્નીના વાળ ખેંચીને ઉપરાછાપરી છરીના ઘા ઝીંક્યાં, CCTV:અમદાવાદમાં તારા લીધે મારો ભાઈ મરી ગયો છે, કહી પતિ તૂટી પડ્યો; 3 લોકોએ ખેંચ્યો પણ મહિલાને ન છોડી

Published: November 4, 2025 • Language: English

અમદાવાદમાં ‘તારા લીધે મારો ભાઈ મરી ગયો છે’ કહીને પતિએ જાહેરમાં પત્ની પર ઘાતક હુમલો કરીને આડેધડ ગળા સહિતના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતાં. પતિએ પત્નીને વાળ પકડીને જાહેર રોડ પર ઢસડી હતી અને બાદમાં ગળામાં તેમજ શરીર પર ઉપરાછાપરી છરીના ઘા મારવા લાગ્યો હતો. આ સમગ્ર ઘટનાના હસમચાવી દેતાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. હુમલા સમયે ત્રણ વ્યક્તિએ વચ્ચે પડીને છોડાવવાનો પ્રયાસ કર્યો છતાં હેવાન પતિએ પત્ની ચોડી નહોંતી અને મારતો રહ્યો હતો. હાલમાં પરિણીતાની સારવાર ચાલી રહી છે અને ગળાના ભાગે અનેક ટાંકા લેવાની ફરજ પડી છે. પતિના ત્રાસને કારણે મહિલા છેલ્લા 6 મહિનાથી તેના પિયરમાં રહેતી હતી. આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા વિશ્વ પાર્ક સોસાયટીમાં રહેતી ચંદ્રિકા પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ મંયક અને સાસુ ભાવના પટેલ (બન્ને રહે, વિષ્ણુપાર્ક સોસાયટી, કૃષ્ણનગર) વિરૂદ્ધ ડોમેસ્ટીક, દહેજ તેમજ હુમલાની ફરિયાદ કરી છે. ચંદ્રિકા હાલ નિકોલ ખાતે આવેલા સુરજ નગરમાં રહે છે અને તે મુળ અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાની રહેવાસી છે. ચંદ્રિકાને ત્રણ ભાઈઓએ છે અને તેના માતા પિતા નોકરી કરીને ગુજરાન ચલાવે છે. બે વર્ષ પહેલા કૃષ્ણનગર ખાતે રહેતા હરેશ પટેલનો દિકરો મંયક ચંદ્રિકાના ઘરે આવ્યો હતો. મંયકની માતા ટુરનું કામ કરતી હોવાથી તે અવારનવાર ચંદ્રિકાના ઘરે આવતી હતી. મયંકે યેનકેન રીતે ચંદ્રિકાનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને ફોન પર વાતો કરવાની શરૂ કરી હતી.જોતજોતામાં ચંદ્રિકા અને મંયક વચ્ચે પ્રેમ થઈ જતા તેમને 29 જાન્યુઆરી 2024ના રોજ પ્રેમ લગ્ન કરી લીધી હતી. પ્રેમ લગ્ન કર્યા બાદ ચંદ્રિકા સાસરીમાં રહેવા માટે જતી રહી હતી. ચંદ્રિકાને એક વર્ષ સુધી સાસરીયાએ સારી રીતે રાખી હતી પરંતુ બાદમાં નાની નાની બાબતે મેણાટોણા મારવાના શરૂ કરી દીધા હતા. સાસરીયાના ચંદ્રિકાને એટલી હદ સુધી માનસીક ત્રાસ આપતા હતા તે સમગ્ર હકીકત તેના પતિ મંયકને કહી દેતી હતી. મંયક પણ ચંદ્રિકાનો સાથે ના આપીને તેની સાથે મારઝુડ કરતો હતો. એક સમયે ચંદ્રિકા પર હુમલો કરીને સાસરીયાએ તેને ઘરમાંથી કાઢી મુકી હતી. ચંદ્રિકા તરતજ તેના માતા પિતાના ઘરે આવી ગઈ હતી અને છેલ્લા પાંચ મહિનાથી તે પિયરમાં રહે છે. ગઈકાલે સાંજના 6 વાગ્યાની આસપાસ ચંદ્રિકા તેના કામથી બજારમાં કામ માટે ગઈ હતી. કામ પુરૂ કરીને ચંદ્રિકા પોતાના ઘરે જઈ રહી હતી તે સમયે નિકોલ ખોડીયાર નગર દુધસાગર નજીક પસાર થતી હતી ત્યારે મંયક આવ્યો હતો. મંયકે આવતાની સાથે જ ચંદ્રિકા પર આરોપ મુક્યો હતો કે તારા લીધે મારો ભાઈ મરી ગયો છે. ચંદ્રિકા કઈ બોલે તે પહેલા મંયકે તેની ધક્કો મારીને જમીન પર પાડી દીધી હતી અને લાફો તેમજ ફેંટોથી મારમારવા લાગ્યો હતો. કોઈ ફિલ્મી દ્રશ્યો હોય તેવી રીતે મંયકે ચંદ્રિકાના વાળ પકડ્યા હતા અને જમીન પર ઢસડવા લાગ્યો હતો.ચંદ્રિકાએ બુમાબુમ કરતા મયંકે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને હુમલો કરવાનું શરૂ કરી દીધુ હતું. મંયકે ચંદ્રિકાના ગળાના ભાગે ત્રણ ઘા મારી દીધા હતા, તેમજ ખભાના ભાગ ઉફર પણ ઘા મારી દીધા હતા.ગળામાં છરીના ઘા વાગતાની સાથેજ ચંદ્રિકા જમીન પર ઢળી પડી હતી અને બુમાબુમ કરી દીધી હતી.લોકોનું ટોળુ ભેગુ થઈ જતા મયંક ત્યાથી નાસી ગયો હતો.સ્થાનિકોએ ઈજાગ્રસ્ત ચંદ્રિકાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ નિકોલ પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને મયંક તેમજ તેની માતા ભાવના પટેલ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Read more

← Back to Home