Gujarati News

પતિએ ક્રૂરતાના આધાર પર પત્નીથી ડિવોર્સ માંગ્યા:કહ્યું પત્રકાર પત્નીએ RJ સાથે મળી ચારિત્ર્ય પર પ્રેન્ક કર્યો, શેરીના કૂતરા ઘરે લાવે છે જે કરડ્યા, 2 કરોડ માંગે છે

Published: November 12, 2025 • Language: English

ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી એક પતિએ ફેમિલી કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી છે. જેમાં જણાવ્યા મુજબ અમદાવાદ ફેમિલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી નકારી નાખી છે. જેમાં જણાવ્યું છે કે, પતિએ ક્રૂરતાના આધાર પર પત્નીથી ડિવોર્સ માંગ્યા છે. તેને કહ્યું 01 એપ્રિલે પત્રકાર પત્નીએ RJ સાથે મળી ચારિત્ર્ય પર પ્રેન્ક કર્યો હતો, તે શેરીના કૂતરા ઘરે લાવે છે જે મને કરડ્યા છે. પતિએ એલમની માટે 15થી 20 લાખ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ પત્ની બે કરોડ રૂપિયા માંગી રહી છે. પતિ ખાનગી નોકરી કરે છે અને પત્ની પત્રકાર છે
પતિ અને પત્ની બંનેની ઉંમર ઉંમર 40 અને 41 વર્ષની આસપાસ છે. જો તેમના છૂટાછેડા ગ્રાહ્ય રાખવામાં આવે તો આ ઉંમરે તેઓ બીજા લગ્ન કરી શકે. પતિએ ક્રૂરતાના ગ્રાઉન્ડ ઉપર છૂટાછેડા માંગ્યા છે, જો કે પત્ની છૂટાછેડા આપવા માંગતી નથી. પતિ એક ખાનગી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ છે. જે મહિને 60 થી 65 હજાર કમાય છે, જ્યારે પત્ની પત્રકાર છે. અમદાવાદની ફેમિલી કોર્ટે પતિના છૂટાછેડાની અરજી એ આધાર ઉપર ફગાવી દીધી હતી કે પતિ પોતાની પત્ની સામે ક્રૂરતા પુરવાર કરી શક્યો નથી. RJ સાથે મળીને પત્નીએ પતિ સાથે પ્રેન્ક કર્યો
પતિ તરફથી જણાવાયું છે કે તેના દ્વારા મુકાયેલા ક્રૂરતાના ગ્રાઉન્ડ સબ્જેક્ટિવ છે. આવા બે બનાવ પતિએ હાઈકોર્ટ સમક્ષ ટાંક્યા હતા. પહેલા બનાવમાં જણાવ્યું હતું કે 01 એપ્રિલના રોજ એક ખાનગી રેડિયોના RJ સાથે મળીને તેની પત્નીએ તેની સાથે પ્રેન્ક કર્યો હતો. જેમાં પતિના કામના સ્થળે તેને કહેવાયું હતું તેનું કોઈની સાથે અફેર છે. શેરીના કૂતરા ઘરે લાવે છે જે પતિને કરડ્યા
બીજું પત્ની પશુ પ્રેમી છે અને શેરી કૂતરાઓને ઘરમાં લાવે છે, તે કૂતરા પતિને કરડ્યા હતાં. કોર્ટે પૂછ્યું હતું કે શું તમે રસી લીધી હતી ? પહેલો બનાવ વર્ણવતા અરજદાર પતિએ જણાવ્યું હતું કે 01 એપ્રિલે પત્નીનો બર્થ ડે હોય છે. પરંતુ પતિ રજા નહોતો લઈ શકતો, તે એક ખાનગી સંસ્થામાં કામ કરે છે, પત્ની ઇચ્છતી કે તે દિવસે પતિ તેની સાથે જ રહે. પતિનું લગ્ન બાહ્ય અફેર છે તેમ કહીને કીચડ ઉછળ્યું
આથી પત્નીએ એક રેડિયો જોકી સાથે તેના કામના સ્થળ ઉપર એક પ્રેન્ક કર્યો હતો. જે અંતર્ગત પતિનું લગ્ન બાહ્ય અફેર છે એમ જણાવીને તેના ચારિત્ર ઉપર કીચડ ઉછાવામાં આવ્યું હતું. આ પ્રેન્કનું રેડિયો ઓફિસમાં લાઇવ રેકોર્ડિંગ કરાયું હતું. ત્યારબાદ તેનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. પ્રેન્ક માટે તેની પત્નીએ જ એક બનાવટી વાર્તા ઘડી હતી જે મુજબ પતિને એક જેની નામની યુવતી સાથે લગ્ન બાહ્ય સંબંધો હોય છે. તે તેની સાથે લગ્ન કરવા તેની ઉપર દબાણ કરે છે અને પોતાના માતા પિતા સાથે તેના ઘરે આવવા ધમકી આપે છે. આથી ગભરાયેલ પતિ પોલીસને લઈને ઘરે પહોંચે છે, ત્યારે ખબર પડે છે કે આ એપ્રિલ ફૂલનો એક પ્રેન્ક હતો. પરંતુ આ ઘટનાથી અરજદાર પતિ ખૂબ ગભરાઈ ગયો હતો. ‘પતિએ ખોટા અક્ષેપો કરીને છૂટાછેડાની માંગ કરી’
પત્નીએ પોતે પણ પ્રેન્કનો સ્વીકાર કર્યો હતો. પત્નીએ તેની ઉપર દહેજ માંગવાના આક્ષેપ કર્યા છે, જે ખોટા છે. પત્નીએ તેને ધમકી આપી હતી કે જો પતિ તેને છોડીને જતો રહ્યો તો તેની ઉપર દહેજનો કેસ કરશે. પત્ની મોડી રાત સુધી ઘરની બહાર રહેતી હતી. એટલું જ નહીં સ્ટ્રીટ ડોગની એક મેટરમાં પોલીસે તેને અરેસ્ટ કરી હતી. સામે પત્નીએ જણાવ્યું હતું કે પતિએ ખોટા અક્ષેપો કરીને છૂટાછેડાની માંગ કરી છે, તેની ઉપર કોઈ ક્રૂરતા આચરવામાં આવી નથી. પતિની એલીમની માટે 15થી 20 લાખની ઓફર, પત્નીની બે કરોડની માગ
પતિએ જણાવ્યું હતું કે, તે અને તેની પત્ની વર્ષ 2006થી 2011 સુધી અલગ અલગ રહ્યા છે. હાઇકોર્ટે પૂછ્યું હતું કે શું સેટલમેન્ટ માટે ચાન્સ છે? જેના જવાબમાં પતિએ જણાવ્યું હતું કે, તે પત્ની સાથે હવે રહી શકે તેમ નથી. પતિ એલીમની માટે 15થી 20 લાખ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ પત્ની બે કરોડ રૂપિયા માંગી રહી છે. પત્નીએ કહ્યું હતું કે પતિનો વિદેશમાં રિસોર્ટ છે, જે વાત છુપાવી છે. જો કે પતિએ કહ્યું હતું કે તેની માતા અને તેને એક ભાઈ છે. તે પ્રોપર્ટી તેના નામે નથી. તેના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેમના વીલમાં પિતાએ તેને કશું આપ્યું નથી. ‘તમે વર્કિંગ જર્નલિસ્ટ તો પતિ ઉપર શા માટે નિર્ભર છો?’
કોર્ટે પત્નીને પ્રશ્ન કર્યો હતો કે તમે પણ વર્કિંગ જર્નલિસ્ટ તો પતિ ઉપર શા માટે નિર્ભર છો? પત્ની તરફથી જણાવ્યું હતું કે પહેલા કોર્ટે તેને મહિને 05 હજાર રૂપિયા ભરણ પોષણ આપ્યું હતું. બાદમાં તેને વધારીને 15 હજાર રૂપિયા કરવામાં આવ્યું. જેનો પતિએ વિરોધ કર્યો હતો. પત્ની 06 વર્ષ પહેલા મહિને 40 હજાર રૂપિયા કમાતી હતી. જો કે કોર્ટે બંને પક્ષોના વકીલોને પોતાના અસીલોની સલાહ લઈને વધુ કાર્યવાહી 01 ડિસેમ્બરના રોજ રાખી છે.

Read more

← Back to Home