નિર્દોષ ભારતીય 43 વર્ષ અમેરિકાની જેલમાં રહ્યો:હવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, વળતરની તો વાત દુર US સરકાર ડિપોર્ટ કરવાના પ્રયાસમાં; કોર્ટેનો સ્ટે
અમેરિકામાં ભારતીય મુળના એક વ્યક્તિએ કોઈ ગુના વગર 43 વર્ષ જેલમાં વિતાવવા પડ્યા છે. હવે કોર્ટે તેમને હત્યાના મામલામાં નિર્દોશ જાહેર કર્યા છે, આ છતાં અમેરિકન સરકાર 43 વર્ષ માટે વળતર આપવાને બદલે તે વ્યક્તિને અમેરિકામાંથી ડિપોર્ટ કરવાના પ્રયાસમાં લાગી છે. અમેરિકામાં ખોટા આરોપોમાં 43 વર્ષ સુધી જેલમાં બંધ રહેલા ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદમને હવે રાહત મળી છે. બે અલગ અલગ કોર્ટોએ હાલમાં તેમને ભારત પ્રત્યાર્પણ એટલે કે ડિપોર્ટ કરવા પર રોક લગાવી છે. આ કેસ હવે ઇમિગ્રેશન અપીલ બોર્ડ પાસે જશે, જેના નિર્ણયમાં ઘણા મહિનાઓ લાગી શકે છે. 64 વર્ષીય વેદમને 3 ઓક્ટોબરના રોજ જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. વેદમ અમેરિકાના કાયમી રહેવાસી છે. 1980માં તેમના પર ક્લાસમેટની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યા હતા. જોકે વેદમ હંમેશા પોતાની નિર્દોષતાનો દાવો કરતા હતા, તેમને 1983 અને 1988માં બે વાર દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને પેરોલ વિના આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ઓક્ટોબરમાં તેમની મુક્તિ પછી, જેલમાંથી બહાર નીકળ્યા બાદ ઇમિગ્રેશન વિભાગ દ્વારા તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. વેદમ હાલમાં લ્યુઇસિયાનાના એક ડિપોર્ટેશન કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. કિન્સર છેલ્લે વેદમ સાથે દેખાયો હતો સુબ્રમણ્યમ વેદમ અને થોમસ કિન્સર બંને 1980માં પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હતા. તેઓ લગભગ 19 વર્ષના હતા અને એકબીજાને ઓળખતા હતા. અહેવાલ મુજબ, વેદમે થોમસ કિન્સરને કહ્યું કે તેને ડ્રગ્સ ખરીદવા માટે ક્યાંક જવું પડશે. તેણે કિન્સર પાસે લિફ્ટ માંગી. પછી બંને સાથે નીકળી ગયા. કિન્સરને છેલ્લે તે સમયે દેખાયો હતો. થોડા દિવસો પછી, કિન્સરની વાન તેના એપાર્ટમેન્ટની બહાર પાર્ક કરેલી મળી આવી, પરંતુ તે પોતે ગુમ હતો. નવ મહિના પછી, યાત્રાળુઓને જંગલવાળા વિસ્તારમાં એક લાશ મળી, જે પાછળથી થોમસ કિન્સરનો હોવાનું બહાર આવ્યું. તેને ગોળી મારવામાં આવી હતી. કિન્સર છેલ્લે વેદમ સાથે દેખાયો હતો, અને પોલીસ માને છે કે હત્યા પછી વેદમે શંકાસ્પદ વર્તન દર્શાવ્યું હતું, આનાથી તરત જ વેદમ શંકાસ્પદ બની ગયો. પરંતુ કેસમાં કોઈ સાક્ષી નહોતા. કોઈ સીધો પુરાવો નહોતો. આમ છતાં, વેદમ પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો અને તેને દોષિત ઠેરવવામાં આવ્યો. હત્યાનો આરોપ ખોટો સાબિત થયો આ વર્ષે ઓગસ્ટમાં કિન્સરના હત્યા કેસમાં નવા પુરાવા સામે આવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે હત્યામાં વપરાયેલી બંદૂક વેદમ સાથે સંકળાયેલી ન હોવાનું માનવામાં આવે છે.
આનો અર્થ એ થયો કે વેદમ સામેનો આરોપ ખોટો સાબિત થયો, કારણ કે ગોળી અને હથિયાર મેળ ખાતા નહોતા. વેદમ પર 1980માં તેના મિત્ર થોમસ કિન્સરની હત્યા કરવાનો આરોપ હતો. કિન્સરને જોનાર તે છેલ્લો વ્યક્તિ હતો. સાક્ષીઓ કે નક્કર પુરાવા વિના, તેને બે વાર દોષિત ઠેરવવામાં આવ્યા અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. બાદમાં એવું જાણવા મળ્યું કે પ્રોસિક્યુશન (સરકારી વકીલ)એ જાણી જોઈને કોર્ટથી આ પુરાવા છુપાવ્યા હતા. ત્યારબાદ કોર્ટે તેમની સજા રદ કરી અને તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો. તેઓ 3 ઓક્ટોબરે જેલમાંથી મુક્ત થવાના હતા, પરંતુ તે જ દિવસે ઇમિગ્રેશન વિભાગે તેમને ફરીથી કસ્ટડીમાં લીધા અને દેશનિકાલની પ્રક્રિયા શરૂ કરી. વેદમ 9 મહિનાની ઉંમરે અમેરિકા ગયા હતા સુબ્રમણ્યમ વેદમ નવ મહિનાની ઉંમરે તેમના માતાપિતા સાથે કાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સ આવ્યા હતા. તેમના પિતા પેન સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા, અને પરિવાર સ્ટેટ કોલેજમાં રહેતો હતો. વેદમ યુનાઇટેડ સ્ટેટ્સના પરમેનેન્ટ રેસિડન્સી છે. વકીલોના મતે, તેમની નાગરિકતા અરજી મંજૂર કરવામાં આવી હતી, પરંતુ 1982માં તેમના પર ખૂનનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી. વેદમની બહેન સરસ્વતી વેદમે કહ્યું- “અમને ખુશી છે કે બે કોર્ટોએ સંમતિ આપી છે કે તેમને ડિપોર્ટ ન કરવા જોઈએ. અમને આશા છે કે કોર્ટ પણ સમજશે કે તેને ભારત મોકલવા એ વધુ એક મોટો અન્યાય હશે.” તેમણે કહ્યું- તેઓ 43 વર્ષથી એક એવા ગુના માટે જેલમાં રહ્યા જે તેમણે કર્યો જ નથી અને તેમણે પોતાનું આખું જીવન યુનાઇટેડ સ્ટેટ્સમાં વિતાવ્યું છે. તેમને હમણાં ડિપોર્ટ કરવા ખોટું હશે. ICE શા માટે દેશનિકાલ કરવા માંગે છે? ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) 40 વર્ષ જૂના ડ્રગ કેસના આધારે વેદમને ભારત મોકલવા માંગે છે. વકીલોનો દલીલ છે કે વેદમે પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને 40 વર્ષ સુધી ખોટી રીતે જેલમાં રહ્યા છતાં અન્ય કેદીઓને શિક્ષણ આપ્યું. તેથી, જૂનો કેસ દેશનિકાલ માટેનો આધાર ન હોવો જોઈએ.
