નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 84888 જોવાશે
Published: November 9, 2025 •
Language: English

મુંબઈ : વર્ષ ૨૦૨૫ જાણે કે વિશ્વ માટે યુદ્વ, આર્થિક સંકટનું હોય એમ સતત અશાંતીનું બની રહ્યું છે. ઈઝરાયેલ-હમાસ યુદ્વનો અંત લાવવાના ટ્રમ્પના પ્રયાસોના પોઝિટીવ પરિણામો દેખાયા બાદ ફરી યુદ્વ ભડક્યું અને યુક્રેન મામલે રશીયાને ભીંસમાં લેવાના અમેરિકાના દરેક પ્રયાસો છતાં રશીયાના પુતિન ટસના મસ નહીં થઈ ટ્રમ્પને પડકારો ફેંકવાનું ચાલુ રાખ્યું છે. રશીયાના યુદ્વમાં મળતી મદદ બંધ કરવા ભારત અને ચાઈના પર રશીયાનું ઓઈલ નહીં ખરીદવા દબાણ લાવવામાં કંઈક અંશે સફળ રહેલું અમેરિકા જાણે એશીયાના દેશોને હવે અસ્થિર કરવા લાગ્યા હોય એમ પાકિસ્તાન-અફઘાનિસ્તાન યુદ્વના મળી રહેલા સંકેતે જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધ્યું છે. ઘર આંગણે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ન્યુયોર્કમાં હાર બાદ ટેરિફ મામલે યુ.એસ. કોર્ટના કાયદેસરતા સામે સવાલને લઈ ઘેરાયા છે.
