ગુજરાતી નવા વર્ષનો પ્રારંભ થયો છે. નવા વર્ષના ત્રીજા દિવસે એટલે કે 24 ઑક્ટોબર 2025ના રોજ બપોરે સૌરાષ્ટ્રની ધરા ધ્રૂજી ઉઠી હતી. રાજકોટ જિલ્લાના વિરપુર અને જેતપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR), ગાંધીનગરના અહેવાલ મુજબ, 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલ શહેરથી લગભગ 24 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં નોંધાયું હતું. ભૂકંપનો આંચકો એકાદ-બે સેકન્ડનો
મળતી માહિતી મુજબ, બપોરે બરાબર 12 વાગ્યેને 37 મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો ખૂબ જ હળવો હતો અને માત્ર એકથી બે સેકન્ડ પૂરતો જ ચાલ્યો હતો. જોકે, ભૂકંપનો અહેસાસ થતાં જ લોકોમાં ક્ષણિક ગભરાટ ફેલાયો હતો અને ઘણા લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘર, દુકાન કે ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. જાનહાનિ કે માલમિલકતને નુકસાન નહીં
લોકોએ જણાવ્યું કે તેમને ભૂકંપનો એક હળવો આંચકો આવ્યો હોવાનો અહેસાસ થયો હતો. સદભાગ્યે, આ હળવા આંચકાને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલમિલકતને નુકસાન થયાના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી.
Read more