Gujarati News

નવસારી પોલીસે મારામારીના મુખ્ય આરોપીઓનું સરઘસ કાઢ્યું:24 ઓક્ટોબરની ઘટનામાં કાયદાનો ડર બતાવવા શહેરમાં ફેરવ્યા

Published: November 4, 2025 • Language: English

નવસારી પોલીસે 24 ઓક્ટોબરે થયેલી મારામારીના મુખ્ય આરોપીઓનું શહેરમાં સરઘસ કાઢ્યું હતું. કાયદાનો ડર સ્થાપિત કરવા અને અસામાજિક તત્વોને ચેતવણી આપવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટના 24 ઓક્ટોબરની મોડી રાત્રે નવસારી શહેરમાં વિરાવળ જતા બોસ્ટન ટી સામે બની હતી. બે ગેંગ વચ્ચે થયેલી મારામારીમાં રેમ્બો ચપ્પુ સહિતના ધારદાર હથિયારોનો ઉપયોગ થયો હતો, જેમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મારામારીમાં આસિફ, ઇમરાન શેખ અને સિદ્ધુ થોરાટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઇમરાન અને આસિફ નામના બંને પક્ષના મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમને શહીદ ચોક અને સત્તાપીર વિસ્તારમાં લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જૂની અદાવતમાં થયેલી આ મારામારીને કારણે શહેરમાં ભયનું વાતાવરણ ન સર્જાય તે સુનિશ્ચિત કરવા પોલીસે આ કડક પગલું ભર્યું હતું.

Read more

← Back to Home