News For India – Gujarat
Loading…

ધારાસભ્યોનું નવું સરનામું તૈયાર:ગૃહમંત્રી અમિત શાહે કર્યું ઉદ્ઘાટન, નશામાં ગાડી અને બસ ચલાવનારની જાહેરમાં ધોલાઈ, બે દિવસ ભારે વરસાદનું યલો એલર્ટ

અમિત શાહે કર્યું MLA માટે ફ્લેટ્સનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાઁધીનગરમાં ધારાસભ્યો માટે ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું. 1829 સ્કે.ફૂટના 5BHK ફ્લેટ્સ 600 વૃક્ષોની વચ્ચે છે,જેની કિંમત દોઢ કરોડ રુ. છે.ધારાસભ્યો પાસેથી આ ઘર માટે દર મહિને માત્ર રૂ.37.50 વસૂલવામાં આવે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્ટેચ્યુ ઓફ યુનિટીને દિવાળી ફળી સ્ટેચ્યુ ઓફ યુનિટીએ દિવાળીના 3 દિવસમાં એક લાખ પ્રવાસી ઉમટ્યાં. તહેવારોની રજામાં હોટલ્સ, ટેન્ટ સીટી અને રો હાઉસ હાઉસફૂલ રહ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રેલ્વેના અણઘડ વહીવટથી રઝળ્યાં મુસાફરો તહેવારોમાં રેલવેના અણઘડ વહીવટથી તલાલા સ્ટેશન પર મુસાફરો રઝળ્યાં.. માત્ર ત્રણ જ કોચ ફાળવાતા મુસાફરોની હાલત કફોડી બની.. લોકોએ વધુ ડબ્બાની માગ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્વામિનારાયણ ભગવાનની પાઘડીના દર્શન સુરતમાં ભાઈબીજે લોકોએ કર્યા ભગવાન સ્વામિનારાયણની પાઘડીના દર્શન.. 202 વર્ષ જૂની આ પાઘડી પારસી પરિવારે સાચવી રાખી છે, જેના દર્શન માત્ર ભાઈબીજના દિવસે જ થાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પીધેલી હાલતમાં આવેલો પોલીકર્મી સસ્પેન્ડ અમરેલીના લિલિયા તાલુકાના સલડી ગામમાં પોલીસકર્મી પીધેલો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો.વીડિયો સામે આવતા અમરેલી જિલ્લા પોલીસવડાએ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યાનું કહ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પબ્લિકે પીધેલા ચાલકને કારમાં જ મેથીપાક ચખાડ્યો વડોદરામાં નવા વર્ષના બીજા દિવસે ઇનોવા કારચાલકે એકસાથે ચાર વાહનને અડફેટે લીધા.. લોકોએ પીધેલા ડ્રાઈવરને કારમાં જ મેથીપાક ચખાડ્યો. જેનો વીડિયો વાયરલ થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બસ ડ્રાઈવરને રોકીને રસ્તામાં ફટકાર્યો આ તરફ સુરતમાં લોકોએ બેફામ સ્પીડમાં બસ ચલાવતા ડ્રાઈવરને ફટકાર્યો. બસ સુરતથી મહારાષ્ટ્ર જઈ રહી હતી અને ડ્રાઈવર દારુના નશામાં હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવા વર્ષે જ પતિ ગુમાવતા પત્નીનું આક્રંદ સુરતના ઓલપાડમાં બીજા માળેથી લપસી જતા યુવક નીચે પટકાઈને મોતને ભેટ્યો. સેફ્ટી ગ્રિલ સાથે લટકાયેલા પતિને બચાવવા પત્નીએ હાથ પકડી ઉપર ખેંચવાની કોશિશ કરી છતાંય નીચે પટકાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રેમલગ્નની જીદ કરનાર દીકરીની હત્યા ભાવનગરમાંથી સામે આવી ઓનરકિલિંગની ઘટના..દીકરીએ પ્રેમ લગ્નની જીદ કરતાં માતાએ મોઢું દબાવ્યું ને ભાઈએ ઉપરાછાપરી છરીના ઘા માર્યા, દિવસે હત્યા કરી મોડી રાત્રે લાશ ચેકડેમમાં ફેંકી દીધી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે દિવસ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું તહેવારોની વિદાય વચ્ચે સર્જાશે વરસાદી માહોલ..25 અને 26 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read more