દેહદાન:લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના માધ્યમથી 25થી વધારે મેડિકલ કોલેજોને 1432 દેહદાન પ્રાપ્ત થયા
લોકદ્રષ્ટિ આઇબેન્ક, રેડક્રોસ બ્લડ બેન્ક અને લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટને દેહદાન તેમજ ચક્ષુદાન દેસાઇ પરિવાર દ્વારા દેહદાન નેત્રદાન અર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ મેડિકલ કોલેજની અર્પણ કરાવ્યું અને ચક્ષુદાન લોકસિદ્ધિ સ્વીકાર્યું હતું. મુળ વતન સુરનગર તાલુકો ગારીયાધાર, જીલ્લો ભાવનગર, હાલ ડી 1102 ગ્લોરી હિલ્સ, અબ્રામા રોડ, મોટા વરાછામાં રહેતા સ્વ.લીલાબેન રવજીભાઈ દેસાઈનુ અવસાન થતા પતિ રવજીભાઈ હિરજીભાઈ દેસાઈ અને પરીવારની ઉપસ્થિતિમાં દેહદાન કરાયું હતું. અજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મારા માતાનું અવસાન થતા પરિવારે ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો હતો ચક્ષુદાન કર્યા પછી તુરંત મારા પિતા રવજીભાઈ દેસાઈ અને અમારા પરિવારે દેહને અગ્નિ સંસ્કાર આપવા કરતાં મેડિકલ કોલેજમાં દેહદાન કરી તબીબી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયોગી બને એવું વિચારીને દેહદાન કરી સમાજને પ્રેરણા આપી હતી. નેત્રદાન, દેહદાન, અંગદાન માટેની લોકોને સમજ આપો
ડો. પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કાળી કીકીને લીધે જેમને અંધાપો છે એવા લોકોની જિંદગીમાં ફરીથી ઉજાસ લાવવા માટે આપણે દરેકે કોઈપણ દુઃખદ પ્રસંગે જવાનું થાય તો નેત્રદાન, દેહદાન અને અંગદાન માટેની સમજ જરૂરૂ આપવી જોઈએ. ભાસ્કર એનાલિસિસ
તબીબી વિદ્યાર્થીઓને ઉપયોગી
દેહદાન કરવાથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને શરીરની આંતરિક રચનાઓનો અભ્યાસ કરવામાં ઉપયોગી થાય છે. લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને તેમની સાથી સંસ્થાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 1432 દેહદાન અર્પણ કરવામાં આવ્યા છે. સુરત ઉપરાંત વડોદરાથી વલસાડ સુધી દક્ષિણ ગુજરાતની લગભગ 25થી વધારે સરકારી મેડિકલ કોલેજ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથીક, આયુર્વેદિક વગેરે કોલેજોના ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓને માનવ શરીરની આંતરિક રચનાઓના અભ્યાસમાં આ દેહદાન ઉપયોગી સાબિત થયા છે.
