ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે ભાખલ ગામની સીમમાં આવેલી એક વાડીમાં ચાલતી ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે કુલ રૂપિયા 1,42,200 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમને ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી, આ બનાવ અંગે સિહોર પોલીસ મથકે થી મળતી માહિતી અનુસાર શિહોર પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે ભાખલ ગામની સીમમાં આવેલી એક વાડીમાં પહોંચીને સ્થળ પર હાજર ઇસમ ગજુભા રણુભા ગોહિલ રહે.ભાખલ ગામ ની પૂછપરછ કરી હતી. તેણે આ ભઠ્ઠી તેના મિત્રો રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા નાનભા ગોહિલ રહે.નાના ખોખરા અને ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનુભા ભગવાનસિંહ રાયજાદા રહે.ખાટડી ગામ સાથે મળીને ચલાવતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કુલ આથો 4,450 લીટર કિંમત રૂ. 1,11,250, જેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, દેશી દારૂ 105 લીટર કિંમત રૂ. 21,000, અખાધ્ય ગોળ 57 ડબ્બામાં કુલ 1,140 કિલોગ્રામ કિંમત રૂ. 5,700, પાણીની મોટર અને નોઝલ કિંમત રૂ. 4,250 સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો, પોલીસે ગજુભા રણુભા ગોહિલની અટકાયત કરી તમામ ઇસમો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65(એ)(બી)(સી)(ડી)(ઇ)(એફ), 70(એ), 81 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.