દુષ્કર્મનો મામલો:લિંબાયતની સગીરા સાથે બનેવી દુષ્કર્મ કર્યું, સારવાર માટે લઇ જવાતા ભાંડો ફૂટ્યો
Published: November 8, 2025 •
Language: English
લિંબાયતની 17 વર્ષીય સગીરા પર તેની માસીની દીકરીના પતિએ દાનત બગાડી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેમાં સગીરાને 5 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. સગીરાને પેટમાં દુખતા તેણીને સ્મીમેર સારવાર માટે લઇ જવાતા બનેવીનો ભાંડો ફૂટી ગયો હતો. જેમાં 25 વર્ષીય બનેવી ગોડાદરામાં રહે છે અને ઓનલાઇન ડિલીવરીનું કામ કરે છે. સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે પોસ્કો અને રેપની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. વધુમાં 17 વર્ષની સગીરાની તેની માતા અને આરોપી બનેવી સાથે હોસ્પિટલ ગયા હતા. જ્યાં તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જેમાં સગીરાની પૂછપરછમાં આરોપી બનેવીનું નામ સામે આવતા તેની ધરપકડ કરાઇ હતી.
