દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લુ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું
Published: November 11, 2025 •
Language: English

Celebs Reacts On Delhi Blast: દિલ્હીમાં આતંકી ષડયંત્રની ગંભીર આશંકા વચ્ચે એક ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. 10 નવેમ્બરની સાંજે લાલ કિલ્લાથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં શરૂઆતમાં 8 લોકોના મોત થયા હતા અને જેનો મૃત્યુઆંક આજે વધીને 13 પર પહોંચી ગયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. હવે આ દુ:ખદ ઘટના પર સિનેમા જગતના અનેક સ્ટાર્સે દુ:ખ વ્યક્ત કર્યું છે, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકો અને પીડિતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.
અલ્લુ અર્જુને દુઃખ વ્યક્ત કર્યું
