દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી
Published: November 7, 2025 •
Language: English

Ahmedabad Airport: શુક્રવારે (7 નવેમ્બર) દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાતાં હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટેક્નિકલ સમસ્યાને કારણે દિલ્હી ઍરપોર્ટ પર લગભગ 300થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી, જેનાથી દેશભરના હવાઈ વ્યવહાર પર મોટી અસર જોવા મળી હતી. મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ મોડી પડતાં ઍરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
ખામીનું કારણ અને ઍરપોર્ટની એડવાઇઝરી
સૂત્રોના જણાવ્યા અનુસાર, ATC સિસ્ટમમાં આવેલી આ સમસ્યાનું કારણ ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ(AMSS)માં ખામી હતી, જે ફ્લાઇટ પ્લાન આપતી ઓટો ટ્રેક સિસ્ટમ (AMS) માટે જરૂરી માહિતી પૂરી પાડે છે.
