Gujarati News

દિલ્હીમાં કારમાં વિસ્ફોટ બાદ કચ્છમાં એલર્ટ:સરહદી જિલ્લામાં પોલીસે વાહનોમાં સઘન તપાસ અને પેટ્રોલિંગ હાથ ધર્યું

Published: November 10, 2025 • Language: English

દિલ્હીમાં થયેલા કારમાં બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આના પગલે સરહદી કચ્છ જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા સઘન તપાસ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. કચ્છના પશ્ચિમ અને પૂર્વ વિભાગમાં આવેલા તમામ પોલીસ મથકોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર વાહનોની તપાસ ચાલી રહી છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી જાહેર સ્થળો અને મુખ્ય માર્ગો પર રાત્રિ પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે. કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસર પોલીસ ચેકપોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોને રોકીને ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ભુજ સહિત જિલ્લાના દુર્ગમ વિસ્તારોમાં પણ પોલીસની વિવિધ ટીમો નાની-મોટી તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે.

Read more

← Back to Home