Gujarati News

દિલ્હીના કરુણ દૃશ્યો | બ્લાસ્ટ નજરે જોનારાએ કહ્યું- ઠેર ઠેર લોકોના મૃતદેહો વિખેરાયેલા હતા

Published: November 11, 2025 • Language: English


Car Blast In Delhi’s Red Fort : રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થવાની ઘટનામાં આઠ લોકોના મોત અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાસ્થળ પર હાજર નજરે જોનારાઓએ કહ્યું કે, બ્લાસ્ટ બાદ ક્યાંક લોકોના હાથ પડ્યા છે, તો ક્યાંક ફેફસાં પડ્યા હતા.

‘વાહનની પાસે ઉભેલા લોકોના ચિથડા ઊડ્યા’

ઘટનાને નજરે જોનારાએ કહ્યું કે, ‘કારમાં ભયાનક વિસ્ફોટ થવાના કારણે વાહનની પાસે ઉભેલા લોકોના ચિથડા ઉડી અનેક મીટર દૂર સુધી વિખેરાયા હતા.’ ઈજાગ્રસ્તોને તાત્કાલીક લોક નાયક સરકારી હોસ્પિટરમાં ખસેડવામાં આવ્યા છે.

Read more

← Back to Home