Divya Bhaskar

દારૂ પીધેલા સ્વિફ્ટ ચાલકે લોડિંગ રિક્ષાને ટક્કર મારી:પાંચ લોકો રોડ પર નીચે પટકાતાં ઈજાગ્રસ્ત, ગાંધીનગરના સેક્ટર-16 અંડરબ્રિજ પાસે અકસ્માત

Published: November 3, 2025 • Language: English

ગાંધીનગર સેક્ટર-16 પાસે આવેલા અંડરબ્રિજ નજીક ગઈકાલે(2 નવેમ્બરે) રાતે એક બેફામ સ્વિફ્ટ ચાલકે લોડિંગ રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષામાં પાંચ લોકોને વધતી ઓછી ઇજાઓ પહોંચી હતી. જેઓ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ પોતાના સ્વજનની ખબર અંતર પૂછવા જઈ રહ્યાં હતા. આ અકસ્માતના પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈને તપાસ કરતા કાર ચાલક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આ અંગે સેકટર 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પૂરઝડપે આવેલાં કારચાલકે લોડિંગ રિક્ષાને ટક્કર મારી
​જ્યારે તેઓ નાના ગ રોડ પર સેક્ટર-16ની લાઇબ્રેરી વાળા કટ પાસે પહોંચ્યા ત્યારે તેમની પાછળથી પૂરઝડપે આવેલી સ્વિફ્ટ ફોરવ્હિલર ગાડીએ જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે લોડિંગ રિક્ષામાં સવાર તમામ પાંચેય સભ્યો ટેમ્પા સાથે રોડ પર નીચે પટકાયા હતા અને તેમને ઇજાઓ થઈ હતી. સિવિલ હોસ્પિટલ જવા નીકળ્યા ને અકસ્માત થયો
ગાંધીનગરના સેક્ટર 24માં રહેતા અને છૂટક પ્લાસ્ટિકનો ધંધો કરતા મફાજી ચેલાજી ભીલ ગઈકાલ રાતે લોડીંગ રિક્ષામાં તેમના બે ભત્રીજા વહુઓ રોશનીબેન શંકરભાઈ ગોહિલ, રમીલાબેન મોહનભાઈ ગોહિલ તેમજ કુટુંબીબેન શાંતાબેન સોમાભાઈ ભીલ અને કુટુંબીભાઈ સોમાજી વેલાજી ભીલ સાથે સિવિલ હોસ્પિટલ જવાં નીકળ્યા હતાં. એક જ પરિવારના પાંચને ઈજા થતાં સારવારમાં ખસેડાયા
અકસ્માતના પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા . અને પાંચેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં શિફ્ટ ગાડી (નં. GJ 27 CM 7320) નો ચાલક ચિક્કાર દારૂની નશામાં હોવાનું સામે આવ્યું હતું. કાર ચાલક વિરુદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઇવ સહિતનો ગુનો દાખલ
​આ અકસ્માતમાં મફાજી ભીલને ડાબા પગના ઢીંચણ અને ડાબા હાથની કોણી પાસે ઇજા થઈ હતી. તેમજ તેમની સાથેના અન્ય સગા-સંબંધીઓને પણ નાની-મોટી ઇજાઓ થઈ હતી. આ અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઇવ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read more at source

← Back to Home