દારૂ ઝડપાયો:ડેમલીમાં ઘર અને ગાડીમાંથી 3.29 લાખના દારૂ સાથે એક પકડાયો
શહેરા તાલુકાના ડેમલી ગામે પોલીસે મકાન તેમજ ગાડીમાંથી 3.29 દારૂના જથ્થા સાથે એકને પકડી પાડયો છે. પોલીસે 5.80 લાખનો મુદ્દામાલ કબજે કરીને શહેરા પોલીસ મથકે 3 સામે પ્રોહીનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. શહેરા તાલુકાના ડેમલી ગામે રહેતા મહેન્દ્ર ઉર્ફે ભલો રંગીત પટેલએ ભારતીય બનાવટનોદારૂ ઇકો ગાડીમાં મંગાવ્યો છે.અને હાલમાં તેના ઘરે વિદેશી દારૂ ઉતારવામાં આવી રહ્યો છે. તેવી બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ડેમલી ગામે બાતમીવાળા ધર પર છાપો માર્યો હતો. પોલીસે મકાન અને ઇક્કો ગાડીમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 3,29,688 રૂપીયાની 1584 દારૂની બોટલો, 2.50 લાખની ગાડી તેમજ 1 હજાર રૂપીયાનો મોબાઇલ મળીને કુલ 5.80 લાખના મુદ્દામાલ સાથે મહેન્દ્ર ઉર્ફે ભલો રંગીત પટેલને ઝડપી પાડયો હતો. પોલીસે પકડેલા મહેન્દ્રની પોલીસે પુછપરછ કરતા આ દારૂનો જથ્થો શહેરાના છોગાળાના ભારતભાઇ શનાભાઇ પગીનાએ ગાડી ચાલક સરદાર ભાઇને દારૂ ભરીને આપીને મને આપવા જણાવ્યું હતું. અને પોલીસની ગાડી આવતા ચાલક સરદારભાઇ નાસી ગયો હોવાની કબુલાત કરી હતી. પોલીસે 5.80 લાખનો મુદ્દામાલ કબજે કરીને શહેરા પોલીસ મથકે 3 સામે પ્રોહિનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના દરોડાના પગલે ફફડાટ ફેલાયો હતો.
