Gujarati News

દારૂનો જથ્થો સાથે એક ઝડપાયો:કુંભારવાડાના રહેણાંકી મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

Published: November 7, 2025 • Language: English

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં બોરતળાવ પોલીસે એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે હાર્દિક નાગજીભાઈ બાવળીયા નામના એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન અક્ષરપાર્ક સરકારી નિશાળ સામેથી તેમને ખાનગી બાતમી મળી હતી કે, અક્ષરપાર્ક શેરી નં. 9માં રહેતો હાર્દિક નાગજીભાઈ બાવળીયા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે રાખેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મકાનની અંદર ડાબી બાજુના રૂમમાં એક પૂઠાના બોક્સમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. સ્થળ પર હાજર ઈસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ હાર્દિકભાઈ નાગજીભાઈ બાવળીયા ઉં.વ. 25, અક્ષરપાર્ક શેરી નં. 9, ભાવનગરમાં ભાડેથી રહે છે અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના સમઢીયાળા ગામનો વતની છે. પોલીસે હાર્દિક પાસેથી દારૂ રાખવા અંગેનો પાસ-પરમિટ માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. જપ્ત કરાયેલા દારૂના જથ્થામાં રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હિસ્કીની 750 MLની સીલપેક 12 બોટલો કુલ કિંમત રૂ.15,600નો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો, પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Read more

← Back to Home