દરોડા:ગોધરા, દે.બારીયા, કાલોલ, ભરૂચની ખાનગી હોસ્પિટલમાં આરોગ્ય તંત્રના આકસ્મિક દરોડા
પંચમહાલમાં પીએમજેએવાય યોજના હેઠળ સંકળાયેલી ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર તથા કાલોલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ, દાહોદના દેવગઢ બારીયાની મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર તથા ભરૂચની કાશીમા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા. 4 ખાનગી હોસ્પિટલોમાં ગેરરીતિ મળી આવતાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. જેમાં ગોધરા અને ભરૂચની ખાનગી હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. તો કાલોલ અને બારીયાની ખાનગી હોસ્પિ.ને કારણદર્શક નોટિસ ફટકારી છે. પંચમહાલ જિલ્લામાં પીએમજેએવાય અને મા કાર્ડના લાભાર્થીઓને સરકારી મફત સારવાર આપતી 14 હોસ્પિટલો છે. જેમાં આરોગ્ય વિભાગે યોજના અંતર્ગત નિયમો બનાવીને અમલવારી કરે તેવી યોજના ચાલુ કરી હતી. રાજ્યમાં પીએમજેએવાય યોજના અંતર્ગત ચાલતી ખાનગી હોસ્પિટલોમાં યોજના નિયમોની અમલવારી કરે છે નહિ તેની તપાસ કરવા રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ અને વીમા કંપનીની સંયુકત ટીમોએ 5 નવેમ્બરે આકસ્મિક તપાસ કરતાં ગોધરા, દેવગઢ બારીયા, કાલોલ તથા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ગેરરીતિ આચરાતી હોવાનું બહાર આવ્યું હતું. તપાસમાં ખાનગી હોસ્પિટલમાં MBBS ડોકટર હાજર નહોતા, લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું, નર્સોનો 6 માસનો ટ્રેનિંગ કોર્સ કવોલિફાઇડ ન હતો, દવા એકસપાયર્ડ મળી, બીયુ પરમિશન ન હતું, ફાયર એનઓસી, ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આમ ચારેય ખાનગી હોસ્પિટલમાં ગેરરીતિ મળી આવતાં ગોધરા અને ભરૂચની ખાનગી હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે. તો બારીયા અને કાલોલની હોસ્પિટલને કારણદર્શક નોટિસ આપી છે. આમ મોડી રાત્રે આકસ્મિક તપાસ કરવા રાજ્યની આરોગ્ય ટીમ આવતાં સ્થાનિક કક્ષાએ જાણ વગર કાર્યવાહી કરીને જતા રહેતાં સવાલો ઉઠયા હતા. ખાનગી ચાર હોસ્પિટલોમાં મળેલ ગેરરીતિઓ અને કાર્યવાહી
ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર : સસ્પેન્ડ
– PICU અને NICU માટે જરૂરી માપદંડોની પૂર્તતા નહોતી, એક્સપાયર્ડ દવાઓ મળી, MBBS ડોકટર હાજર નહોતા, લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું, ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું. ભરૂચની કાશીમા હોસ્પિટલ : સસ્પેન્ડ
– PICU અને NICU માટેના માપદંડ પૂરા નહોતા, ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું, લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું, નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઈડ નહોતાં, બપોરના 12 વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર નહોતા, BU પરમિશન અને ફાયર NOC ઉપલબ્ધ નહોતાં. કાલોલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ : કારણદર્શક નોટિસ
– લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું, ફાયર એનઓસી ઉપલબ્ધ ન હતી, લાભાર્થીઓને યોજનાની માહિતી આપતું કિઓસ્ક બનાવેલ ન હતું. દેવગઢ બારીયાની મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર : કારણદર્શક નોટિસ
– NICU માં એક્સપાયર્ડ દવાઓ મળી, હોસ્પિટલે CCTV ફૂટેજ આપવા ઈનકાર કર્યો, લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું. અગાઉ પણ સરકારે રાજ્યભરમાં યોજના સાથેસંકળાયેલી હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા
સરકારની પીએમેજેવાય યોજના હેઠળ રાજ્ય ભરના જરૂરિયાત મંદોને મફત સારવાર અપાય છે. જેમાંગેરરીતિની શંકા જતાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરની સરકારની યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલમાંદરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અનેક જગ્યાએથી ગેરરીતિ ઝડપાતાં કાર્યવાહી કરી હતી. હાલમાંસરકાર દ્વારા પંચમહાલની 2, દાહોદ જિલ્લામાં 1 અને ભરૂચની 1 હોસ્પિટલમાં દરોડા પાડી 2ને સસ્પેન્ડકરી હતી. જ્યારે 2ને નોટિસ આપી હતી.
