'દરેક મહિલાના ખાતામાં 30000 રૂપિયા આવશે', મહાગઠબંધનના CM ઉમેદવાર તેજસ્વીની જાહેરાત
Published: November 4, 2025 •
Language: English

Tejaswi Yadav and Bihar Election News : બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર શાંત થતા પહેલા, મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે કેટલાક મોટા ચૂંટણી વાયદા કર્યા છે. એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે દાવો કર્યો કે આ વખતે બિહારની જનતા પરિવર્તનના મૂડમાં છે અને જૂની સરકારને ઉખાડી ફેંકશે.
તેજસ્વીનો મોટો વાયદો
આ દરમિયાન, તેજસ્વી યાદવે વચન આપ્યું કે જો તેમની સરકાર બનશે, તો તરત જ ‘માઈ-બહિન માન યોજના’ લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું, “મકરસંક્રાંતિના દિવસે, 14 જાન્યુઆરીએ, અમે માતાઓ અને બહેનોના ખાતામાં આખા વર્ષના 30000 રૂપિયા એકસાથે જમા કરવાનું કામ કરીશું.
