Gujarati News

ત્રણ દિવસથી ગુમ 6 વર્ષીય બાળકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો:સાવલીના પરથમપુરા ગામમાં પોતાના ઘરેથી ગુમ થયો હતો, મૃતદેહને પીએમ માટે ખસેડાયો

Published: November 9, 2025 • Language: English

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામના તળાવમાંથી 6 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં આ બાળક અગાઉ ત્રણ દિવસ પહેલા ગુમ થયું હતું અને તે બાબતે પરિવારે સાવલી પોલીસને જાણ કરી હતી. દરમ્યાન ગત રોજ બાળકનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા સાવલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાવલીના પરથમપુરા ગામના તળાવમાંથી બાળકનો મૃતદેહ મળ્યો
વડોદરાના સાવલીના પરથમપુરા ગામની સીમ વિસ્તારમાં આવેલ તળાવમાંથી 6 વર્ષીય પુરુષ બાળકનો મૃતદેહ મળી આવતા સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પી.એમ અર્થે સાવલીના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. મૃતક બાળકનું નામ ભવ્ય ઉર્ફે કાલું જીતેન્દ્ર અંબાલાલ રાઠોડિયા છે. આ બનાવને લઈ સાવલી સહિત વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લા પોલીસની તપાસ એજન્સીઓ દોડી ગઈ હતી. 06 નવેમ્બરે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધાયો હતો
આ બનાવ સંદર્ભે ગત તારીખ 06 નવેમ્બરના રોજ સાવલી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બે દિવસ બાદ બાળકનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા પોલીસ પણ ચોકી ઊઠી હતી. બાળકનું મોત ડૂબી જવાથી થયું કે બીજુ કંઈ રહસ્ય ?
આ બનાવ સંદર્ભે હાલમાં સાવલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળકનું મોત પ્રાથમિક દૃષ્ટિએ ડૂબી જવાથી થયું છે, પરંતુ આ ઘટનામાં હકીકત છે કે કેમ તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read more

← Back to Home