'તમામ પડકારોનો જવાબ આપવામાં સક્ષમ, પરંતુ…', રાજનાથ સિંહની બાંગ્લાદેશને ચેતવણી
Published: November 7, 2025 •
Language: English

Rajnath Singh blunt message to Mohammad Yunus: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન મોહમ્મદ યુનુસને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત કોઈપણ પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, ભારતની ઈચ્છા બાંગ્લાદેશ સાથેના સંબંધો તણાવપૂર્ણ રાખવાની નથી. આથી, તેમણે મોહમ્મદ યુનુસને વિચારીને નિવેદનો આપવાની સલાહ આપી છે. રાજનાથ સિંહે એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી.
