ડ્રાઇવિંગ ટેસ્ટ:પાટણ RTOમાં સ્માર્ટ ટ્રેકના કામ માટે આજે ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેશે
પાટણ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર નવી એઆઈની સિસ્ટમ ટેક્નિકલ અપગ્રેડેશનની કામગીરી શરૂ કરત હોય 12 નવેમ્બરના રોજ તમામ ડ્રાઇવિંગ ટેસ્ટ એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી અને નવી એપોઇન્ટમેન્ટ આપી તેમને મેસેજ મોકલ્યા છે.આજનો દિવસ હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેશે. પાટણ આરટીઓમાં અરજદારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ટ્રેકમાં AI આધારિત સ્માર્ટ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમની કામગીરી શરૂ કરી છે. કામગીરીને ધ્યાનમાં લઇ બાર નવેમ્બરના રોજ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રાખ્યા છે. કામગીરી પૂર્ણ થતા અરજદારોને ટેસ્ટ માટે સમય અને દિવસની આગામી દિવસોમાં ફાળવણી કરી હોય રાબેતા મુજબ શરૂ થઈ જશે. ટ્રેકમાં AI આધારિત સ્માર્ટ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા સિસ્ટમથી માનવ હસ્તક્ષેપ, ભ્રષ્ટાચાર અને ભૂલોની શક્યતા ઘટશે, તેમજ દરેક ઉમેદવાર માટે સમાન માપદંડથી મૂલ્યાંકન થશે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગાંધીનગર રાજકોટ અને અમદાવાદ જેવા આરટીઓઓમાં આ સ્માર્ટ ટ્રેક પહેલેથી જ કાર્યરત છે. ભવિષ્યમાં ફેશિયલ રેકગ્નિશન અને વોઈસ કમાન્ડ સિસ્ટમ પણ જોડાવાની શક્યતા છે. તેવું આરટીઓ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
