Gujarati News

ડ્રગ્સ કેસનો 'મહારાજ' નવાબ નીકળ્યો:સુરતના બિલ્ડર પાસેથી ઝડપાયેલા ડ્રગ્સમાં નામ ખૂલતા બહેરીન ભાગી ગયો હતો, મુંબઈ પરત ફર્યાની જાણ થતા સુરત પોલીસે દબોચ્યો

Published: November 11, 2025 • Language: English

નવ મહિના પહેલા સુરત SOG એ 52.770 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સાથે ભરત પટેલ નામના બિલ્ડરની ધરપકડ કરી હતી. આ કેસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર ‘મહારાજ’ નામનો ભેદી શખ્સ વોન્ટેડ હતો. પોલીસ નવ મહિના સુધી આ મહારાજને શોધી રહી હતી પણ તે હાથ નહોતો આવતો. આખરે, SOG ને બાતમી મળી અને મહારાજ મુંબઈથી ઝડપાયો છે. મુંબઈથી મહારાજ ઉર્ફે નવાબની ધરપકડ
પોલીસ તપાસમાં જે મહારાજનું નામ ખુલ્યું હતું, તે ખરેખર 61 વર્ષીય નવાબ ઉર્ફે મહારાજ ઇશાકઅલી સૈયદ હોવાનું બહાર આવ્યું છે. આ શખ્સ મુંબઈથી સુરતમાં ડ્રગ્સનો વેપલો કરતો હતો અને પોતાની અસલી ઓળખ છુપાવવા માટે મહારાજ નામનો ઉપયોગ કરતો હતો. દેશ છોડી બહેરીન ભાગી ગયો હતો
9 મહિના પહેલા સુરતમાં ભરત બિલ્ડર ડ્રગ્સ સાથે પકડાયો, કેસમાં પોતાનું નામ ખુલતાં જ મહારાજ ઉર્ફે નવાબ સૈયદ એલર્ટ થઈ ગયો હતો. તે પોલીસ પકડે તે પહેલા જ તાત્કાલિક ભારત છોડીને બહેરીન નાસી ગયો હતો.તે છેલ્લા છ મહિના સુધી બહેરીનમાં જ છુપાયેલો રહ્યો હતો. તેને લાગ્યું હશે કે હવે મામલો થાળે પડી ગયો હશે, તેથી તે થોડા સમય પહેલા જ ભારત પાછો ફર્યો હતો. સુરત SOGએ મુંબઈથી ઝડપી પાડ્યો
નવાબ સૈયદ છેલ્લા 25 દિવસથી મુંબઈના એમ.એ. રોડ પર આવેલા પોતાના ઘરે પાછો આવીને રહેતો હતો. સુરત શહેર SOG ની ટીમ તેની હિલચાલ પર નજર રાખી રહી હતી. પાક્કી બાતમી મળતા જ SOGની એક ટીમ તાત્કાલિક મુંબઈ રવાના થઈ અને સ્થાનિક પોલીસની મદદથી તેના ઘરે દરોડો પાડી મહારાજને દબોચી લેવામાં આવ્યો. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે SOG એ આ ઓપરેશન પાર પાડ્યું અને નવ મહિનાથી ફરાર આરોપીને આખરે સળિયા પાછળ ધકેલી દીધો છે.

Read more

← Back to Home