Gujarati News

ડભોઇ APMC ચૂંટણીમાં 40 વર્ષ બાદ ભગવો લહેરાયો:ભાજપ પ્રેરિત સહકાર પેનલના 6 અને ખેડૂત હિત રક્ષકના 4 ઉમેદવાર વિજેતા, દિલીપ પટેલ સતત આઠમી વખત વિજેતા બન્યા

Published: November 11, 2025 • Language: English

વડોદરાના ડભોઇ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીનું આજે જાહેર થયેલા પરિણામો ખુબજ ચોંકાવનારા આવ્યા છે. ભાજપ સમર્થિત સહકાર પેનલના 6 ઉમેદવારો અને ખેડૂત હિતરક્ષક સમિતિના 4 ઉમેદવારો વિજેતા બન્યા છે. આ ચૂંટણીમાં 63 જેટલા મત કેન્સલ થતા પરિણામોમાં મોટા ફેરફાર થયા છે. જેના કારણે શરૂઆતથી જ કાંટાની ટક્કર જોવા મળી હતી. દિલીપ પટેલ સતત આઠમી વખત વિજેતા બન્યા
આ APMC ચૂંટણીમાં છેલ્લા 40 વર્ષથી દબદબો ધરાવતા દિલીપ નાગજી પટેલ આ વખત પણ પોતાની આગવી સરસાઈ જાળવીને સતત આઠમી વખત વિજેતા બન્યા હતા. તેમને 410 મતથી વિજય મળ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપ સમર્થિત સહકાર પેનલને મોટો ફાયદો થયો હતો, આ પેનલમાં ફાટ પડ્યા બાદ પણ તેમણે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ડભોઇ APMCમાં ભાજપ પ્રેરિત પેનલનો ભગવો લહેરાયો
આ ચૂંટણી ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ યોજાઈ હતી. પ્રથમ વખત ડભોઇ APMCમાં ભાજપ પ્રેરિત પેનલનો ભગવો લહેરાયો છે. આ ચૂંટણીના પરિણામ બાદ પ્રમુખ માટે રસાકસી જોવા મળશે. ડભોઇ APMC અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ રહી હતી, પરંતુ હવે કેસરીયા રંગે રંગાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ડભોઇ APMCના આ પરિણામો આવતા સમયના સ્થાનિક રાજકારણમાં મોટો ફેરફાર લાવી શકે છે, કારણ કે સહકારી સંસ્થાઓમાં હવે ભાજપની સીધી પકડ જોવા મળી રહી છે. ચૂંટણીના મુખ્ય આંકડા અને વિજેતા ઉમેદવારો: વિજેતા ઉમેદવારોની યાદી:

Read more

← Back to Home