Gujarati News

ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાનો મોટો નિર્ણય! સંરક્ષણ ક્ષેત્રે 10 વર્ષની ‘ડીલ’ પાક્કી

Published: October 31, 2025 • Language: English

India US Defence Deal

India US Defence Deal: શુક્રવારે ભારત અને અમેરિકા વચ્ચે નવો 10 વર્ષનો સંરક્ષણ કરાર (Defence Framework Agreement) થયો, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ, સંયુક્ત ઉત્પાદન અને તકનીકી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ વચ્ચેની બેઠકમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

પીટ હેગસેથ દ્વારા 10 વર્ષના સંરક્ષણ કરારની જાહેરાત

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે X પર પોસ્ટ કરીને માહિતી આપી કે તેમણે રાજનાથ સિંહ સાથે આ 10 વર્ષનો અમેરિકા-ભારત સંરક્ષણ કરાર સાઇન કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘આ કરાર પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તે સંરક્ષણ ભાગીદારીને મજબૂત કરશે.

← Back to Home