
DGCA Draft For Flight Ticket Cancelation: જો તમે હવાઈ મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે (DGCA) હવાઈ મુસાફરીમાં કેટલાક નિયમોમાં સુધારો કરવાની તૈયારી કરતાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ મહત્વપૂર્ણ ફેરફારો હેઠળ, હવાઈ મુસાફરો ટૂંક સમયમાં બુકિંગના 48 કલાકની અંદર તેમની ટિકિટ રદ કરી શકશે અથવા ફેરફાર કરી શકશે, અને તે પણ કોઈપણ વધારાના શુલ્ક વિના. આ પ્રસ્તાવમાં રિફંડ સંબંધિત મહત્વપૂર્ણ વિગતો પણ સામેલ છે.
ફ્લાઇટ ટિકિટ કેન્સલેશન મફત!