Gujarati News

જૂનાગઢમાં રન ફોર યુનિટી રોડ શો યોજાયો:મુખ્યમંત્રીની હાજરીમાં શરબત વિતરણ કરાયું

Published: November 10, 2025 • Language: English

જૂનાગઢના કાળવા ચોક ખાતે સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘રન ફોર યુનિટી’ રોડ શો દરમિયાન શરબત વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જૂનાગઢ પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજા, અન્ય મંત્રીમંડળના સભ્યો અને જૂનાગઢના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથી સહિત અનેક સેવાભાવી આગેવાનો હાજર રહ્યા હતા. અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ દીકરીઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી. પ્રભારી મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાનું બહુમાન કરવામાં આવ્યું હતું. રોડ શોમાં પ્રસ્થાન કરનાર તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને પોલીસ સ્ટાફને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા શરબત પીવડાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંધ કન્યા છાત્રાલયની એમ.એ.માં અભ્યાસ કરતી દિવ્યાંગ લાભાર્થી રેખા બોખાણીએ વક્તવ્ય આપ્યું હતું. બી.એડ.માં અભ્યાસ કરતી અંધ દીકરી વાળા દયાએ પણ આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Read more

← Back to Home