Divya Bhaskar Gujarat

જિલ્લા ભાજપના હોદ્દેદારોની નિમણુંક મામલે પ્રદેશ કમિટીના સભ્યો વડોદરામાં:પસંદગીમાં વિસ્તાર ને ઉંમર સાથે કાર્યકર્તાની વિશેષ ક્ષમતા ધ્યાને લેવાશે, અંતિમ નિર્ણય પ્રદેશ સમિતિ કરશે

Published: November 4, 2025 • Language: English

વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક બાદ હવે મહામંત્રી, ઉપપ્રમુખ સંગઠનના કરવા મામલે પ્રદેશ નિરીક્ષકો વડોદરા ખાતે આવ્યા છે. જેમાં તેઓએ કાર્યકર્તાઓને સાંભળવાના શરૂ કર્યા છે. જિલ્લા ભાજપના હોદ્દેદારોની નિમણુંક મામલે પ્રદેશ કમિટીના સભ્યો વડોદરામાં
પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક પહેલાં વડોદરા શહેર અને જિલ્લાના ભાજપના પ્રમુખની નિમણૂક કરાઈ હતી. પરંતુ જે તે સમયે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરાઈ ન હોવાથી સ્થાનિક કક્ષાએ મહામંત્રી, ઉપપ્રમુખ, કાર્યાલય મંત્રીની નિમણૂક ઘોંચમાં પડી હતી. હવે જ્યારે પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ ચૂકી છે ત્યારે પક્ષના સ્થાનિક અન્ય હોદ્દેદારોની નિમણૂકની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને આજે જિલ્લા કાર્યાલય ખાતે અહીંના નિરીક્ષક ગણપત વસાવા (પૂર્વ મંત્રી) તથા ધારાસભ્ય મનન દાણી આવ્યા છે. ‘કાર્યકર્તાઓની યાદી તૈયાર કરી પ્રદેશને મોકલીશું’
આ અંગે નિરીક્ષક તરીકે આવેલ ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા મહામંત્રી રત્નાકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સંગઠનની રચનાની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી છે અને વડોદરા જિલ્લાની કામગીરીની જવાબદારી અમને સોંપવામાં આવી છે. કાર્યકર્તાઓની યાદી તૈયાર કરી પ્રદેશને મોકલીશું. જે કાર્યકર્તાઓ હોદ્દાને લાયક છે તેમની રજૂઆતો અને સૂચનો ધ્યાને લઈને પ્રદેશ કક્ષા સુધી પહોંચતી કરવામાં આવશે. નિમણૂકમાં ખાસ કરીને વિવિધ ફેક્ટર ધ્યાને લેવામાં આવશે. આગામી ચૂંટણીને ધ્યાને રાખીને નિમણૂકને અંતિમ ઓપ અપાશે
આ અંગેની નિમણૂકમાં વ્યક્તિના વિસ્તાર, ઉંમર, કાર્યકર્તાની ક્ષમતા સાથે તેનું એક વિશેષ ફેક્ટર ધ્યાનમાં લેવામાં આવશે. શક્ય તેટલા તમામ કાર્યર્તાઓને સમાવવાના પ્રયાસો કરવામાં આવશે. ખાસ કરીને આગામી ચૂંટણીને ધ્યાને રાખીને નિમણૂકને અંતિમ આપવામાં આવશે. સંગઠનની રચનાનો અંતિમ નિર્ણય પ્રદેશ સમિતિ કરશે
એમણે જણાવ્યું કે, નવા સંગઠનમાં રીપીટ અથવા નો રિપીટ અંગે હાલ અમને કશો ખ્યાલ નથી, કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવી નથી પરંતુ અમે આ અંગેનો તમામ અહેવાલ તૈયાર કરી પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરીશું. સંગઠનની રચનાનો અંતિમ નિર્ણય પ્રદેશ સમિતિ લેશે.

Read more

← Back to Home