Gujarati News

જામનગર SOGની મેડિકલ એસોસિયેશન સાથે બેઠક યોજાઈ:નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ અટકાવવા ચર્ચા કરાઈ

Published: November 4, 2025 • Language: English

જામનગર SOG કચેરી ખાતે મેડિકલ એસોસિયેશન સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણને રોકવાનો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આયોજિત આ બેઠકમાં PI બી. એન. ચૌધરી અને PSI એસ.પી. ગોહિલ સહિતના સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. મેડિકલ એસોસિયેશનના આગેવાનો સાથે નશાકારક દવાઓનું વેચાણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ન થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ચર્ચા દરમિયાન, મેડિકલ સ્ટોર્સને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે તેઓ કોઈપણ સંજોગોમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓનું વેચાણ ન કરે. આ પગલાંનો હેતુ જાહેર જનતાને નશાના દૂષણથી બચાવવાનો છે.

Read more

← Back to Home