Gujarati News

જામનગરમાં SIR કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઈ:EF ફોર્મ વિતરણ અને E-Roll મેપિંગની કામગીરીની સમીક્ષા, શહેરી વિસ્તારના ફોર્મ વિતરણ-ફોર્મ કલેક્શનના આયોજન અંગે ચર્ચા

Published: November 10, 2025 • Language: English

જામનગરમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા આ કાર્યક્રમની કામગીરીની સમીક્ષા જામનગર કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન. મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. હાલમાં જામનગર જિલ્લામાં બૂથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ મતદારયાદીમાં સુધારા-વધારા કરવાનો છે. સમીક્ષા બેઠકમાં મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ અને અધિક મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન EF (Enumeration Form) ફોર્મ વિતરણ અને E-Roll મેપિંગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરી વિસ્તારના વિધાનસભા મતદાર વિભાગોમાં ફોર્મ વિતરણ અને ફોર્મ કલેક્શનના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે સંબંધિત અધિકારીઓને ખાસ કેમ્પનું આયોજન કરવા માટે સૂચનાઓ આપી હતી.

Read more

← Back to Home