Gujarati News

ચૂંટણી વિભાગ દ્વારા SIR પ્રક્રિયા 4 નવેમ્બરથી શરૂ:સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા, બૂથ પ્રમાણે BLO દ્વારા મતદાર યાદી કામગીરી

Published: November 9, 2025 • Language: English

સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી વિભાગ દ્વારા બૂથ પ્રમાણે BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા 122 નંબરના મમતા શિશુ વિહાર બૂથના BLO સચિનભાઈ સુથાર તેમના વિસ્તારમાં કામગીરી કરી રહ્યા છે. આ બૂથમાં કુલ 1461 મતદારો નોંધાયેલા છે. રવિવારે, સચિનભાઈ સુથાર અષ્ટવિનાયક ગણપતિ મંદિરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે મતદારોને મતદાર યાદીના ફોર્મ આપ્યા હતા અને ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર સમજૂતી આપી હતી. આ કામગીરી દરમિયાન સ્થાનિક પાલિકાના સદસ્ય અમૃત પુરોહિત પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read more

← Back to Home