Gujarati News

ચૂંટણીમાં આરક્ષણ નિશ્ચિત કરવા લોટરી કાઢવામાં આવશે:મહાપાલિકાની ચૂંટણીમાં 227 વોર્ડ માટે 11 નવેમ્બરના આરક્ષણ લોટરી

Published: November 10, 2025 • Language: English

મુંબઈ મહાપાલિકાની આગામી ચૂંટણી માટે 11 નવેમ્બરના આરક્ષણની લોટરી કાઢવામાં આવશે. આરક્ષણ નિશ્ચિત કરવા લોટરીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બાન્દરા પશ્ચિમ ખાતેના બાલગંધર્વ રંગમંદિરમાં આરક્ષણ લોટરી કાઢવામાં આવશે. નાગરિકો 14 થી 20 નવેમ્બર 2025 સુધી આરક્ષણ પર વાંધા અને સૂચના નોંધાવી શકશે. રાજ્ય ચૂંટણી પંચે મુંબઈ મહાપાલિકા ચૂંટણીની આરક્ષણ નિશ્ચિતી અને લોટરી કાર્યક્રમ બાબતે અધિસૂચના જારી કરી છે. રાજ્ય સરકારે આ પહેલાં 9 ઓક્ટોબરના મુંબઈ મહાપાલિકાના વોર્ડમાં અનામત સીટની વહેંચણી અને એની સીટ ચક્રાનુક્રમે ફેરવવાના હેતુથી આગામી ચૂંટણીને પ્રથમ ચૂંટણી તરીકે ગણવા બાબતે જોગવાઈ કરી છે. તેથી આ વખતે પહેલાંનું આરક્ષણ કોરાણે મૂકીને નવેસરથી આરક્ષણ કાઢવામાં આવશે. મુંબઈ મહાપાલિકાની આગામી ચૂંટણી માટે અનુસૂચિત જાતી (મહિલા), અનુસૂચિત જમાત (મહિલા), નાગરિકોનો પછાતવર્ગ પ્રવર્ગ, નાગરિકોનો પછાતવર્ગ પ્રવર્ગ (મહિલા) અને સામાન્ય મહિલાઓ માટે આરક્ષણ નિશ્ચિતી કરવા લોટરી કાઢવામાં આવશે. બાન્દરા પશ્ચિમ ખાતેના નેશનલ કોલેજ સામેના બાલગંધર્વ રંગમંદિરમાં મંગળવાર 11 નવેમ્બરના સવારના 11 વાગ્યે આ લોટરી આયોજિત કરવામાં આવી છે. એ પછી શુક્રવાર 14 નવેમ્બરના આરક્ષણની રૂપરેખા જાહેર કરવામાં આવશે. 14 થી 20 નવેમ્બરના બપોરે 3 વાગ્યા સુધી આરક્ષણ રૂપરેખા પર વાંધા અને સૂચના રજૂ કરી શકાશે. મળેલા વાંધા અને સૂચના પર વિચાર કરીને આરક્ષણની અંતિમ અધિસૂચના જાહેર કરવામાં આવશે.

Read more

← Back to Home