ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ
Published: November 4, 2025 •
Language: English

Bihar Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચે મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરી છે, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ) સામે ફરિયાદ દાખલ કરી છે. અહેવાલો અનુસાર, લલન સિંહે મોકામામાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના પગલે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
શું છે આખો મામલો?
અહેવાલો અનુસાર, મોકામામાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા નિવેદન બદલ કેન્દ્રીય મંત્રી લલન સિંહ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેની સામે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
