ગઢડા નગરપાલિકા પ્રમુખે રાજીનામું આપ્યું:ભાજપમાં વિખવાદ અને ભ્રષ્ટાચારના કોંગ્રેસે આક્ષેપો કર્યા
Published: November 7, 2025 •
Language: English
ગઢડા નગરપાલિકાના પ્રમુખે અચાનક રાજીનામું આપતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીએ આ રાજીનામા પાછળ ભાજપનો આંતરિક વિખવાદ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ભાજપમાં વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો છે, જેના કારણે પ્રમુખે માત્ર છ મહિનામાં જ પદ છોડવું પડ્યું છે. વેલાણીએ વધુમાં આક્ષેપ કર્યો કે શહેરમાં કોઈ વિકાસના કામો થતા નથી. નગરપાલિકાના સભ્યો પોતે જ કોન્ટ્રાક્ટર બનીને કામો કરે છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીના મતે, પ્રમુખનું રાજીનામું એ જ દર્શાવે છે કે ભાજપમાં કેટલો આંતરિક વિખવાદ પ્રવર્તી રહ્યો છે.
