News For India – Gujarat
Loading…

ગઢડાના નાના ઉમરડામાં કુવામાં પડી જતા મહિલાનું મોત:કપડા ધોવા જતાં પગ લપસ્યો, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

ગઢડા તાલુકાના નાના ઉમરડા ગામે કુવામાં પડી જવાથી એક મહિલાનું મૃત્યુ થયું છે. આ ઘટના કપડા ધોવા જતી વખતે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા કુવા પર કપડા ધોવા ગઈ હતી ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે કુવામાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. એક કલાકની જહેમત બાદ મહિલાનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Read more