Gujarati News

ખેડૂતોને વળતર ચૂકવવા હારિજ કોંગ્રેસની માંગ:તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવા રજૂઆત કરી

Published: November 4, 2025 • Language: English

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના બાદ, હારીજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા મોટાપાયે નુકસાન માટે યોગ્ય વળતર આપવાની માંગ સાથે રજૂ કરાયું હતું. આ રજૂઆત દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત હારીજ કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ હતી કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. તેમણે તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતું આર્થિક વળતર ચૂકવવાની માંગ કરી હતી.

Read more

← Back to Home