Gujarati News

ખેડામાં દિવાળી દરમિયાન 108ના કેસમાં મોટો ઉછાળો:ત્રણ દિવસમાં 400થી વધુ કેસ નોંધાયા; સૌથી વધુ કેસ રોડ અકસ્માતના

Published: October 24, 2025 • Language: English

ખેડા જિલ્લામાં દિવાળીના તહેવાર દરમ્યાન 108 ઇમરજન્સી સેવામાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં જ્યાં સરેરાશ 128 જેટલા કેસ દરરોજ નોંધાતા હોય છે, ત્યાં દિવાળીના ત્રણ દિવસમાં કુલ કેસનો આંકડો 400ને પાર કરી ગયો હતો. ખેડા જિલ્લાના 108 ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ દિવાળીના દિવસે 124 કેસ નોંધાયા હતા. નવા વર્ષના દિવસે 138 કેસ અને ભાઈબીજના દિવસે 140 કેસ નોંધાયા હતા. આમ માત્ર ત્રણ દિવસમાં 108 ઇમરજન્સી સેવામાં કુલ 402 જેટલા કેસો નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરેરાશ કરતાં ઘણો વધારે છે. રોડ અકસ્માતના કેસમાં સૌથી મોટો વધારો
તહેવાર દરમિયાન નોંધાયેલા કેસોમાં સૌથી વધુ વધારો રોડ ઇમરજન્સી (અકસ્માત)ના કેસમાં જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં જ્યાં સરેરાશ 15 જેટલા રોડ અકસ્માતના કેસ નોંધાય છે, તેની સામે દિવાળીના ત્રણ દિવસમાં 27 જેટલા અકસ્માતના કેસ નોંધાયા હતા ઇમરજન્સી સેવા માટે વધારાનો સ્ટાફ
કેસોના આ વધારાને પહોંચી વળવા માટે દિવાળીના સમયગાળા દરમિયાન ખેડા જિલ્લામાં 108 ઇમરજન્સી સેવામાં 42 વેહિકલ (એમ્બ્યુલન્સ) અને 142 જેટલો ઇમરજન્સી સ્ટાફ સતત કાર્યરત હતો. ઇમરજન્સી સેવા દ્વારા તહેવારના દિવસોમાં પણ સમયસર મદદ પહોંચાડવા માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
Read more

← Back to Home