Gujarati News

ખેડબ્રહ્મામાં 24 કલાકમાં 24 સુરક્ષિત પ્રસુતિઓ:દિવાળી પર્વે વનબંધુઓને મળી ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા

Published: October 24, 2025 • Language: English

સાબરકાંઠાના આદિજાતિ વિસ્તાર ખેડબ્રહ્મામાં દીપાવલી પર્વ દરમિયાન આરોગ્ય વિભાગે ઉત્તમ કામગીરી કરી છે. ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફક્ત 24 કલાકના સમયગાળામાં 24 સુરક્ષિત પ્રસુતિઓ સફળતાપૂર્વક કરાવવામાં આવી હતી. આ ઘટનાએ માનવ સેવા અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરકાર વનબંધુ વિસ્તારોમાં વસતા નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ સફળ કામગીરી સરકારી આરોગ્ય સુવિધાઓની કાર્યક્ષમતા અને આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓના વિસ્તરણને પ્રતિબિંબિત કરે છે. હોસ્પિટલના ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય આરોગ્યકર્મીઓની અવિરત સેવા ભાવનાને કારણે માતા અને નવજાત બંનેની સુરક્ષા સુનિશ્ચિત થઈ હતી. સમયસર સારવાર, જરૂરી દવાઓ અને તબીબી દેખરેખ ઉપલબ્ધ રહેતા તમામ પ્રસુતિઓ સુખાકારીપૂર્વક પૂર્ણ થઈ હતી. આ સફળ કામગીરીથી સ્થાનિક વનબંધુ પરિવારોમાં ખુશીની લાગણી છવાઈ હતી અને તેમણે હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓના મજબૂત માળખાનું પ્રતિબિંબ છે અને ‘સ્વસ્થ સાબરકાંઠા’ના લક્ષ્ય પ્રત્યે જિલ્લા આરોગ્ય ટીમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
Read more

← Back to Home