Gujarati News

ખુલ્લા કૂવામાં ખાબક્યો સિંહ:માંગરોળ નજીક ખોડાદા ગામની સીમમાં ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહનું સફળ રેસ્ક્યુ, વન વિભાગની કાયદેસરની કાર્યવાહી પર સવાલો

Published: November 10, 2025 • Language: English

જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આવેલા ખોડાદા ગામની સીમમાં એક ખેડૂતની વાડીમાં રહેલો ખુલ્લો કૂવો ફરી એકવાર વન્યજીવ માટે જોખમી સાબિત થયો હતો. સદભાગ્યે, આ ઘટનામાં કૂવામાં ખાબકેલા એક સિંહનો સમયસર સહી સલામત રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે, પરંતુ ખુલ્લા કૂવાઓ મામલે કાર્યવાહી કોના પર કરવી તે મુદ્દે વન વિભાગના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. ખોડાદા ગામની સીમમાં હરદાસભાઈ ગરચર નામના ખેડૂતની વાડી આવેલી છે. વાડીમાં આવેલો કૂવો ખુલ્લો હતો અને તેની આસપાસ ઘાસ ઉગી ગયું હતું. સંભવતઃ, ઘાસને કારણે સિંહ કૂવાની હાજરી પારખી શક્યો નહીં અને અચાનક કૂવામાં ખાબક્યો હતો. વન વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન કૂવામાં સિંહ ખાબકીયાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગુલાબબેન સુહાગિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માંગરોળ નજીક ખોડાદા ગામની સીમમાં હરદાસભાઈ ગરચરની વાડીમાં આવેલા ખુલ્લા કૂવામાં સિંહ ખાબક્યો હતો. વન વિભાગે તાત્કાલિક સિંહનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેને સારવાર માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો છે, જ્યાં તેની દેખરેખ અને સારવાર ચાલી રહી છે. કાર્યવાહીના મુદ્દે રેન્જ ફોરેસ્ટ અધિકારીઓનું મૌન જોકે જ્યારે આ મામલે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને ખુલ્લા કૂવા રાખવા બદલ કોના પર કાર્યવાહી કરવામાં આવશે તે અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. RFO સુહાગિયાએ માત્ર એટલું જ કહ્યું હતું કે, “આ મામલે હું કંઈ કહી શકું નહીં, ડીસીએફ સાથે વાત કરી લો.આ પછી.દિવ્ય ભાસ્કરે ડીસીએફ અક્ષય જોશી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે સિંહ કૂવામાં પડ્યાની વાત વન વિભાગ તાત્કાલિક ઘાટના સ્થળે પહોંચી સિંહનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પરંતુ જે જગ્યા પર કુવો છે તે ખેડૂત પર આ મામલે કોઈ કાર્યવાહી કરાય નથી. પરંતુ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ખુલ્લા કૂવા અને કાયદાકીય કાર્યવાહી પર સવાલો આ ઘટનાએ ફરી એકવાર ગીર અને આસપાસના વિસ્તારમાં આવેલા ખેતરોમાંના ખુલ્લા કૂવાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ખુલ્લા કૂવાઓમાં વન્યજીવ ખાસ કરીને સિંહ પડવાની ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં, કાયદેસરની કાર્યવાહી કેમ થતી નથી ? ત્યારે હાલ વન વિભાગના અધિકારીઓને સરકારના પરિપત્રનો ખ્યાલ છે કે નહીં તે સવાલ ઉભો થયો છે.

Read more

← Back to Home