Gujarati News

ખરાબ આરોગ્ય કે અન્ય કોઈ કારણ? દિગ્ગજ નેતાએ રાજકારણથી વિરામ લેતા તર્ક-વિતર્ક

Published: November 1, 2025 • Language: English


Sanjay Raut Health: મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ફાયરબ્રાન્ડ નેતા અને ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા સંજય રાઉતે અચાનક મોટી જાહેરાત કરી છે. તેમણે આગામી બે મહિના માટે જાહેર જીવન અને પક્ષના કાર્યક્રમોથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક ભાવનાત્મક પોસ્ટમાં લખ્યું, ‘તમે બધાએ મને ખૂબ પ્રેમ અને વિશ્વાસ આપ્યો છે. પરંતુ મને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ છે અને હું સારવાર લઈ રહ્યો છું. હું સ્વસ્થ થઈ જઈશ. ડોક્ટરોએ મને જાહેર કાર્યક્રમોથી દૂર રહેવા અને ભીડ ટાળવાની સલાહ આપી છે.

← Back to Home