Gujarati News

ખડીયા મહાકાળી ધામ, મહાદેવ ભારતી બાપુ ગુમ મામલો:થોડા દિવસો પહેલાં બાપુને મહાકાળી ધામથી ટ્રસ્ટીઓ સમજાવીને જુનાગઢ ભારતી આશ્રમ લઈ ગયા હતા

Published: November 4, 2025 • Language: English

દિવ્ય ભાસ્કર પહોંચ્યું ખાડીયા નજીક આવેલા મહાકાલી ધામ ખાતે જ્યાં થોડો સમય પહેલા મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ સાતથી આઠ દિવસ રોકાયા હતાં. ત્યારબાદ ભારતીય આશ્રમના ટ્રસ્ટી મનોજ જોબનપુત્રા અને જયદીપ બાપુ તેમને અહીંથી જુનાગઢ ભારતી આશ્રમ ખાતે લઈ ગયા હતા. ગૂમ થયેલ મહાદેવ ભારતી બાપુ થોડો સમય પહેલા ઉદાલી આશ્રમે રહ્યા હતાં
ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ થોડો સમય પહેલા ઉદાલી આશ્રમે આખા શ્રાવણ માસનું મૌન અનુષ્ઠાન કર્યું હતું. જ્યાંથી તે શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન પૂરું કરી ખડિયા મહાકાળી ધામ, જ્યાં મહાદેવ ભારતી બાપુના શિષ્ય રાજેશ્વરાનંદ ભારતી રહે છે. ખડીયા મહાકાળી ધામ ખાતે સાત-આઠ દિવસ રોકાયા
તે મહાકાળી ધામ ખાતે આજે ભાસ્કર પહોંચ્યું હતું. મહાદેવ ભારતી બાપુએ લખેલી સૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, તે ખડીયા મહાકાળી ધામ ખાતે સાત-આઠ દિવસ રોકાયા હતાં અને સુસાઈડ નોટમાં તેમને જણાવ્યું મુજબ તે અહીં શાંતિથી રહેતા હતાં. બાપુને ટ્રસ્ટીઓ સમજાવીને જુનાગઢ ભારતી આશ્રમ લઈ ગયા
જ્યાં મનોજ જોબનપુત્રા (ટ્રસ્ટી) તથા જયદીપ બાપુ અમદાવાદથી મને તેડવા માટે આવ્યાં. પહેલા તો તમને જવાની ના પાડી કે “તેમને અહીં શાંતિથી રહેવા દેવામાં આવે.” પછી તેમણે બહુ આગ્રહ કર્યો હતો, એટલે મહાદેવ ભારતી જૂનાગઢ આશ્રમે આવ્યા જ્યાં દર્શન કરી હરિહરાનંદ બાપુને મળ્યાં.

Read more

← Back to Home