શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાર્કિંગ બાબતે નિવૃત્ત્ત આર્મી જવાને ચેરમેન પર પિસ્તોલના પાછળના ભાગથી હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આર્મી જવાને ચેરમેન તેમજ સોસાયટીના રહીશ સાથે બબાલ કરી હતી અને બાદમાં હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આર્મી જવાને કરેલી મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. નિવૃત્ત આર્મી મેન સહિત બે લોકો સામે ફરિયાદ
કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા તક્ષશિલા ઓરિયન્ટમાં રહેતા ચેતન સાકરીયાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત આર્મી જવાન પ્રવિણસિંહ શેખાવત સહિત બે લોકો વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. ચેતન સાકરીયા મૂળ જૂનાગઢ જિલ્લાના વાવડી ગામનો રહેવાસી છે અને વટવા ખાતે આવેલી એક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ચેતન સાકરીયા સંક્યુત પરિવારમાં રહે છે અને સોસાયટીમાં છેલ્લા સાત વર્ષથી ચેરમેન છે. તક્ષશિલા ઓરિયન્ટ ફ્લેટમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રવિણસિંહ શેખાવક તેના પરિવાર સાથે રહે છે અને નિવૃત્ત આર્મી જવાન છે. પાર્કિંગ મુદ્દે સોસાયટીના ચેરમેનને માર માર્યો
બે દિવસ પહેલાં રાતે 11 વાગ્યાની આસપાસ ચેતન પોતાના ઘરે હજાર હતો, ત્યારે તેમના મોબાઈલ પર સોસાયટીમાં રહેતી પાયલનો ફોન આવ્યો હતો. પાયલે ચેતનને જણાવ્યું હતું કે, તમે નીચે આવો. પાયલની વાત સાંભળીને ચેતન નીચે ગયો હતો, ત્યારે સિક્યોરોટી ગાર્ડને પુછ્યું હતું કે કોણ બબાલ કરે છે. સિક્યોટીરી ગાર્ડે જવાબ આપ્યો હતો કે વાહન પાર્કિગ કરવા બબાતે પ્રવિણસિંહ બબાલ કરી રહ્યા છે. પ્રવિણસિંહે તરત જ ચેતનને કહેવા લાગ્યો હતો કે, પાર્કિગ વ્યવસ્થિત કરાવવાની ખબર નથી પડતી, મારે મારી કાર ક્યા પાર્ક કરવાની. ચેતન શાંતીથી વાત કરવાનું કહેતા પ્રવિણસિંહ ઉશ્કેરાયા હતાઅને તરતજ ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી. નિવૃત્ત આર્મી મેને જાનથી મારી નાખવાની ધમકી આપી
પ્રવિણસિંહે તની પાસે રહેલી પિસ્તોલ કાઢી હતી અને ચેતન કઈ વિચારે તે પહેલાં તેના ઉપર હુમલો કરી દીધો હતો. પિસ્તોલની પાછળનો ભાગ મોઢા પર મારવા લાગ્યો હતો. દરમિયાનમાં પ્રવિણસિંહનો પક્ષ લઈને તેનો મિત્ર આવી ગયો હતો અને ચેતનને મારવા લાગ્યો હતો. પ્રવિણસિંહે ચેતનને ધમકી આપી હતી કે હવે જો મારી સાથે ઝઘડો કરવા આવીશ તો તને જાનથી મારી નાખીશ. ઈજાગ્રસ્ત ચેતનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.