News For India – Gujarat
Loading…

કાલભૈરવદાદાની જન્મ જયંતિની ઉજવણી:લાકડીયા પુલ પાસે આવેલ કાલભૈરવદાદાના મંદિરે જયંતિ ઉત્સવની ઘામઘુમ પૂર્વક ઉજવણી કરાઈ, દાદાને રાત્રે 158 કિલોનો લાડુ અર્પણ કરાશે

આજરોજ શહેરના લાકડીયા પુલ પાસે આવેલ કાલભૈરવ મંદિર ખાતે કાલભૈરવ જયંતિ ઉત્સવ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, કારતક માસના વદ પક્ષની આઠમના દિવસે મધ્યાહ્ન કાળમાં ભગવાન કાલ ભૈરવજીનું અવતરણ થયું હતું. તેથી આ દિવસે કાલ ભૈરવ જયંતી મનાવવામાં આવ છે. જેના ભાગરૂપે આજરોજ દાદાને રાત્રે 158 કિલો નો લાડુ અર્પણ કરવામાં આવશે, ભાવનગર શહેરના જુનાબંદર સ્થિત આવેલ ભૈરવધામ આશ્રમ ખાતે કાળભૈરવ દાદાનું મંદિર ખાતે કાલભૈરવ જયંતિ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમમાં નું આયોજન કરવામાં આવ્યું હતું, આજરોજ સવારે 8 વાગે કાળભૈરવ દાદાનો યજ્ઞ, બપોરે 12 વાગે શ્રીફળ હોમ, સાવરે 8 થી રાત્રે 10 સુધી અન્નકૂટના દર્શન તેમજ સાંજે 6 વાગે ભજન સંધ્યા સહિતના ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું, મંદિરના મહંત યોગી હરનાથબાપુ દ્વારા જણાવ્યું હતું કે, દાદાની જયંતિ ઉત્સવ નિમિતે સવારથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે અને આજે સાંજે દાદાને 56 ભાગ નો અન્નકૂટ ધારાવવામાં આવ્યો હતો તેમજ 158 કિલો નો લાડુ અર્પણ કરવામાં આવ્યો હતો, આ સાથે અન્નકૂટ દર્શન, મહાઆરતી તથા રાત્રે 158 કિલોના લાડુ અર્પણ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભકતોએ કાલભૈરવદાદાના અલૌકિક દર્શન કરી ધન્ય થયા હતા. આ પ્રસંગે મંદિરનાં મહંત દ્રારા લોકોને કાલભૈરવ દાદાની જયંતી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી,

Read more