Divya Bhaskar Gujarat

કારમાંથી 864 બોટલ દારૂ ઝડપાયો:LCBએ રૂ. 6.68 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા

Published: November 4, 2025 • Language: English

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચએ મારુતિ અર્ટીગા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે દિવાળીના તહેવાર નિમિત્તે દારૂની પ્રવૃત્તિ ડામવા માટેના સઘન પેટ્રોલિંગ દરમિયાન નારી ગામ તરફથી આવતી કારને રોકીને બે આરોપીઓ, અમર ઉર્ફે ખાજલી મહેન્દ્રભાઈ રૂપડા (સુરત) અને હર્ષિલ ઉર્ફે ભુરો અરવિંદભાઈ દવે (ભાવનગર) ને ઝડપી લઈ પોલીસે કુલ રૂ. 6,68,816 નો મુદ્દામાલ જપ્ત કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દિવાળીના તહેવાર નિમિત્તે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન સૂચનાઓ આપવામાં આવી હતી જે અંતર્ગત LCB સ્ટાફ ભાવનગર શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે તેમને બાતમી મળી હતી કે, GJ-05-CW-7655 નંબરની સફેદ મારૂતિ અર્ટીગા કારમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂનો જથ્થો નારી ગામ તરફથી ભાવનગર આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ભાવનગર માર્કેટિંગ યાર્ડ પાસે રોડ પર વોચ ગોઠવી હતી. કાર આવતા તેને રોકવામાં આવી હતી જેની તલાશી લેતા કાર માંથી બે શખ્સોઓમાં અમર ઉર્ફે ખાજલી મહેન્દ્રભાઈ રૂપડા ઉં.વ.36, રહે. સુરત અને હર્ષિલ ઉર્ફે ભુરો ઉર્ફે ગલ્લો અરવિંદભાઈ દવે ઉં.વ. 25, રહે. ભાવનગર વાળાઓ પાસેથી ‘ફોર સેલ ઇન દમણ એન્ડ દીવ ઓન્લી’ લખેલી પ્લાસ્ટિકની સીલપેક બોટલોઓમાં ઈંગ્લીશ દારૂ નો જથ્થો ઝડપી લીધો હતો, જેમાં પોલીસે 180 MLની વ્હિસ્કીની 768 બોટલ કિંમત રૂ.2,39,616 અને ઓકસ્મિથ વ્હિસ્કીની 96 બોટલ કિંમત રૂ. 200, મારૂતિ અર્ટીગા કાર કિંમત રૂ. 4,00,000 અને બે મોબાઈલ ફોન કિંમત રૂ. 10,000 મળી કુલ રૂ. 6,68,816નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલ આરોપી અમર ઉર્ફે ખાજલી મહેન્દ્રભાઈ રૂપડા જે હાલ સુરતમાં રહે છે, તે ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુન્હામાં પણ નાસતો ફરતો આરોપી હતો. બંને શખ્સો વિરુદ્ધ ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read more

← Back to Home