Gujarati News

કલોલના સઈજ ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું:ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચે 1.24 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી, ચાર ફરાર

Published: November 7, 2025 • Language: English

કલોલ તાલુકા પોલીસની ગાઢ નિંદ્રામાં સઈજ ગામની સીમમાં ધમધમતા જુગાર ધામ ઉપર ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાચે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી બે ઈસમોની રોકડ, મોબાઈલ અને વાહનો સહિત કુલ 1,24,650 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જ્યારે અન્ય ચાર ઇસમો નાસી જવામાં સફળ રહ્યા છે. કલોલના સઈજ ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું
ગાંધીનગર જીલ્લાના કલોલ શહેર અને તાલુકા વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિઓએ માઝા મૂકી દીધી હોવાની સ્થાનિકોમાં વ્યાપક બુમરાણ ઉઠતા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ લોકલ ક્રાઈમ બ્રાન્ચને કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કડક કાર્યવાહી કરવા સૂચના આપેલી છે. જે અન્વયે એલસીબી પીઆઇ ડી બી વાળાની ટીમ અલગ અલગ ટીમો કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. સ્થાનિક પોલીસ ગાઢ નિંદ્રામાં
દરિમયાન બાતમી મળી હતી કે, સ્થાનિક પોલીસની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી સઇજ ગામની સીમમાં જોઈતાભાઇ સોમાભાઇ દંતાણીના ઘરની સામે ખરાબા ની જગ્યામાં મોટાપાયે જુગારધામ ધમધમી રહ્યું છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમ સઇજ ગામની સીમમાં વાહનો દૂર ઊભા રાખીને ચાલતા ચાલતા જુગારધામ સુધી પહોંચી હતી. જોકે રોજિંદી જગ્યાથી વાફેક હોવાના કારણે જુગારીઓ ખાનગી વેશમાં પોલીસ ત્રાટકી હોવાનું જાણીને અંધારાનો લાભ લઈ નાસવા માંડ્યા હતાં. બે જુગારીઓ ઝડપાયા 4 ફરાર
જેના લીધે પોલીસ અને જુગારીઓ વચ્ચે દોડધામ મચતા બે જુગારીઓ હાથમાં આવી ગયા હતા. જ્યારે ચાર જુગારી નાસી જવામાં સફળ રહ્યા હતા. બાદમાં બંને જુગારીઓની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ વિષ્ણુજી કાળાજી ઠાકોર,રમેશજી સતુજી રાઠોડ (બંને રહે. ભોયણ રાઠોડ ગામ) હોવાનું જણાવ્યું હતું. જ્યારે નાસી છૂટેલા જુગારીઓ કરણસિંહ મગનજી રાઠોડ (રહે.ભોયણ રાઠોડ ગામ),જસવંતસિંહ પ્રતાપસિંહ વાઘેલા (રહે.કલોલ શહેર, સ્નેહકુંજ સોસા. ઈન્દીરાનગરના છાપરા), સુરેશજી ભગાજી ઠાકોર અને દિપકસિંહ મોહબતસિંહ ચૌહાણ (બને રહે. ગામ ભોયણ રાઠોડ) હોવાની પણ કેફિયત વર્ણવી દીધી હતી. 1.24 લાખના મુદ્દામાલ જપ્ત
બાદમાં એલસીબીએ જુગારધામ ખાતે વધુ તપાસ કરતા ત્રણ ટુ વ્હીલર ઉપરાંત બને જુગારીઓ ની અંગ ઝડતી અને દાવ પરથી રૂ.29,650 રોકડા અને મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. જેના પગલે એલસીબીએ બંને જુગારીઓની કુલ રૂ.1,24,650 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કલોલ તાલુકા પોલીસ મથકમાં વોન્ટેડ ચાર ઇસમો વિરુધ પણ ગુનો દાખલ કરાવ્યો છે.

Read more

← Back to Home