Gujarati News

કરુણ બનાવ:આજીડેમમાં નહાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત

Published: November 8, 2025 • Language: English

શહેરના મવડી પ્લોટ વિનાયકનગરમાં રહેતા યુવકનું આજીડેમમાં નહાવા પડ્યા બાદ ડૂબી જતા મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર, મવડી પ્લોટ વિનાયકનગર-10માં રહેતો બ્રિજેશ પુરૂષોત્તમ રાય(ઉ.વ.20) ગઈકાલે આજીડેમમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. મૃતક ચાર ભાઈ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. મૃતક ત્રણ મિત્રો સાથે કામ પૂર્ણ કર્યા બાદ આજીડેમે નહાવા ગયો હતો. ચારેય મિત્રો નહાવા પડ્યા હતા ત્યારે યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા મિત્રોએ ફાયરબ્રિગ્રેડ,પોલીસને જાણ કરતા તરવૈયાઓએ યુવાની લાશને બહાર કાઢી 108ને બોલાવતા ઈએમટી સહિતનાઓએ યુવકને જોઈ તપાસી મૃત જાહેર કરતા આજીડેમ પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી કરી છે.

Read more

← Back to Home